રાજકોટના એસટી બસપોર્ટ પરની પ્લેટફોર્મ નંબર 6, 9, 11 અને 15 તમામ રેલિંગો જે મુસાફરોની માટે સલામતીની વ્યવસ્થા માટે રાખવામાં આવી છે પરંતુ આ રેલીંગો અત્યારે મુસાફરો માટે અસલામત બની છે. પૂરતી સીટિંગ વ્યવસ્થા ન હોવાને કારણે મુસાફરોને ફરજિયાત પણે ઊભું રહેવું પડે છે. અને બસ પ્લેટફોર્મ પર લાગતા મુસાફરોની ભાગદોડમાં આ પ્રકારની તૂટેલી અને ભંગાર બનેલી અણીદાર રેલીંગો મુસાફરોને લોહી લુહાણ કે જાન લેવા સાબિત થાય એ પ્રકારની છે.
જે અંગે ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ગજેન્દ્રસિંહ ઝાલા દ્વારા બસ પોર્ટ ના ફરજ પરના સ્ટેન્ડ ઇન્ચાર્જ એ.ટી.આઈ ને તૂટેલી રેલીંગો રૂૂબરૂૂ બતાવી આ પ્રકારની ગંભીર બેદરકારી ચલાવી લેવામાં નહીં આવે એવું અધિકારીઓને સાફ શબ્દોમાં સંભળાવી દઈ અને કહ્યું કે આ રેલિંગોની મરામત ક્યારે કરો છો ? ત્યારે જવાબદાર એટીઆઈ દ્વારા 24 કલાકમાં મરામત કરવાની ખાતરી આપવામાં આવી હતી. જો કે ફરિયાદ બુક માગવામાં આવતા ટ્રાફિક કંટ્રોલર દ્વારા કહેવામાં આવ્યું કે અધિકારીઓને આ અંગે પૂછવું પડે ફરિયાદબુક આપવી એ ટ્રાફિક કંટ્રોલર ની ફરજ છે તેમ છતાં ફરિયાદ બુક આપવામાં ઠાગાઠૈયા કરાયા હતા. મુસાફરોનો ફરિયાદ કરવાનો અધિકાર છીનવી લેવાનો પ્રયાસ હરગીજ ચલાવી લેવામાં નહીં આવે. રાજકોટ એસ.ટી બસ પોર્ટ ના ડેપો મેનેજરોની ફરજમાં નિષ્ક્રિયતા ના પગલે વખતો વખત બસ પોર્ટ વિવાદમાં રહે છે.
અધિકારીઓની બેકાળજીના પગલે ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના સભ્યો દ્વારા પોલ ખોલ કાર્યક્રમ કરી એસ.ટી બસ પોર્ટના ભ્રષ્ટાચારો અને કૌભાંડો, ગંભીર પ્રકારની બેદરકારીઓ બહાર લાવવામાં આવી રહી છે. ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિ હેલ્પલાઇન નંબર 94262 29396 સંપર્ક કરવા યાદીમાં જણાવ્યું છે.
રાજકોટ એસ.ટી બસ પોર્ટ માં નિયમિત 1500 બસો ની અવરજવર વચ્ચે હજારો મુસાફરો ની આવન જાવન થઈ રહી છે ત્યારે રાજકોટના ઢેબર રોડ પરના અત્યાધુનિક 175 કરોડના ખર્ચે બનાવાયેલા એસ.ટી બસ પોર્ટની હાલત મેઇન્ટેનન્સના અભાવે કફોડી બની ગઈ છે.
જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની બેદરકારી અને લાપરવાહીના પગલે સૌરાષ્ટ્રના પાટનગર સમાન રાજકોટનું એસ.ટી બસ પોર્ટ માં રાજકોટ વાસીઓ ને હથેળીમાં ચાંદ બતાવ્યો હતો.એરપોર્ટ જેવી સુવિધા આપવાની સુફિયાણી વાતો કરી હતી અને રાજ્યના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી વખતો વખત કહી ચૂક્યા છે કે રાજ્યમાં મુસાફરોને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે સારી સુવિધા આપવા એસ.ટી અને રાજ્ય સરકાર કટિબધ્ધ છે. હાલ તો રાજકોટ નો પીપીપી યોજના હેઠળના અધ્યતન બસપોર્ટ માત્ર કોમર્શિયલ પ્રોજેક્ટ બનીને રહી ગયો છે.