જામનગરમાં ખનીજચોરી ઉપર દરોડા, રૂા.1.80 કરોડનો મુદ્દામાલ કબજે

જામનગર જિલ્લા ભૂસ્તરશાસ્ત્રીની સૂચના હેઠળ ખાણ-ખનિજ વિભાગ દ્વારા ગેરકાયદે અને બિનઅધિકૃત ખનિજ વહન સામે હાથ ધરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન બે દિવસમાં કુલ પાંચ ડમ્પર ઝડપી…

જામનગર જિલ્લા ભૂસ્તરશાસ્ત્રીની સૂચના હેઠળ ખાણ-ખનિજ વિભાગ દ્વારા ગેરકાયદે અને બિનઅધિકૃત ખનિજ વહન સામે હાથ ધરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન બે દિવસમાં કુલ પાંચ ડમ્પર ઝડપી પાડવામાં આવ્યા છે. આ કાર્યવાહીમાં કુલ આશરે રૂૂ.1.80 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

તા.9 સપ્ટેમ્બરના રોજ ભૂસ્તરશાસ્ત્રી, જામનગરની સૂચનાથી ઢીંચડા રોડ વિસ્તારમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન સિલિકા સેન્ડ ખનિજનું બિનઅધિકૃત રીતે વહન કરતા કુલ ત્રણ ડમ્પર મળી આવતા તેને જપ્ત કરવામાં આવ્યા હતા. ત્રણેય ડમ્પરની અંદાજિત કિંમત સહિત કુલ રૂૂ.1.20 કરોડનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી માટે જામનગર સીટી-સી પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો હતો.

આ ઉપરાંત તા.8 સપ્ટેમ્બરના રોજ દરેડ જીઆઈડીસી વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન બ્લેકટ્રેપ ખનિજનું ઓવરલોડ પરિવહન કરતા બે ડમ્પર ઝડપાયા હતા. બંને ડમ્પર સહિત આશરે રૂૂ.60 લાખનો મુદ્દામાલ જપ્ત કરી પંચ-બી પોલીસ સ્ટેશન ખાતે કબજો સોંપવામાં આવ્યો હતો.

આમ, ખાણ-ખનિજ વિભાગ દ્વારા માત્ર બે દિવસમાં કુલ પાંચ ડમ્પર ઝડપી પાડી આશરે રૂૂ.1.80 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે ખાણ-ખનિજ વિભાગ દ્વારા નિયમોનુસાર આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહી તપાસ ટીમના નિખીલભાઈ, આનંદભાઈ અને રજનીકાંતભાઈ દ્વારા હાથ ધરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *