પીસીબીની ટીમના અલગ અલગ દરોડામાં 32 લીટર દેશી અને 12 બોટલ દારૂ કબજે
શહેરમાં દેશી અને વિદેશી દારૂના ધંધાર્થીઓ ઉપર દરોડા પાડવા પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાની સુચનાથી પીસીબીએ અલગ અલગ ત્રણ દરોડામાં 32 લિટર દેશી દારૂ અને 12 લિટર વિદેશી દારૂ સાથે મહિલા સહિત ત્રણની ધરપકડ કરી હતી. મળતી વિગતો મુજબ પીસીબીએ પાડેલા દરોડામાં દૂધસાગર રોડ ઉપર આકાશદીપ સોસાયટીમાં રહેતા સોહિલ મુસ્તુફા હુસેન કાદરીના ઘરેથી દરોડો પાડી રૂા. 8076ની કિંમતની 12 બોટલ દારૂ કબ્જે કર્યો હતો.
અન્ય દરોડામાં ગોંડલ રોડ પર કોઠારિયા સોલવન્ટ સસુલપરા શેરી નં. 21માંથી 3000ની કિંમતના 15 લિટર દેશી દારૂ સાથે મહમદ ગુલ મહમદ પલેજા અને પુનિત નગર મેઈન રોડ ઉપર ઝુપડામાં દરોડો પાડી 3400ની કિંમતના 17 લિટર દેશી દારૂ સાથે પંખુબેન મુન્નાભાઈ સોલંકીની ધરપકડ કરી હતી.
પીસીબીના ઈન્ચાર્જ પીઆઈ એમ.આર. ગોંડલિયા સાથે પીએસઆઈ એમ.જે. હુણ, પી.બી. ત્રાજિયા સાથે સ્ટાફાના મયુરભાઈ, સંતોષભાઈ, મહિપાલસિીંહ, હરદેવસિંહ, કિરતસિંહ, કરણભાઈ, ઘનશ્યામસિંહ, વિરેન્દ્રસિંહ સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.