બુટલેગરના 92 લાખના હવાલા મામલે R.K. આંગડિયામાં દરોડા

જૂનાગઢના નામચીન બુટલેગર ધીરેન કારીયાના દારૂના હવાલાના 92.10 લાખના વ્યવહારોને લઈને આંગડીયા પેઢીમાં પોલીસે દરોડા પાડયા હતાં. આર.કે.આંગડીયામાં થયેલા 92 લાખના હવાલા મામલે પોલીસે આંગડીયા…

જૂનાગઢના નામચીન બુટલેગર ધીરેન કારીયાના દારૂના હવાલાના 92.10 લાખના વ્યવહારોને લઈને આંગડીયા પેઢીમાં પોલીસે દરોડા પાડયા હતાં. આર.કે.આંગડીયામાં થયેલા 92 લાખના હવાલા મામલે પોલીસે આંગડીયા પેઢીના સંચાલકોને પુછપરછ માટે તેડુ મોકલ્યું છે. પોલીસે 50 લાખની રોકડ પણ આંગડીયા પેઢીમાંથી કબજે કરી છે.

આંગડિયા પેઢીના સંચાલક ગૌતમ અને પંકજને જૂનાગઢ હાજર રહેવા નોટિસ આપવામાં આવી છે. 50 લાખ રૂૂપિયાની રકમ જૂનાગઢ પોલીસે કબ્જે લીધી છે. તથા ધીરેન કારીયા રાજસ્થાન, પંજાબ અને હરિયાણાથી દારુનો જથ્થો હેરફેર કરતો હતો. દારુના હેરફેરને લઈ રકમના વ્યવહારો હોવાની આશંકાએ તપાસ થશે. ઉલ્લેખનીય છે કે, આરકે આંગડીયા પેઢી બીઝેડ કૌભાંડ વખતે ચર્ચામાં આવી હતી.

સટ્ટાના કરોડો રૂૂપિયાના હવાલા પાડવા માટે મોટાભાગની આંગડિયા પેઢીઓ કામ કરી રહી છે ત્યારે પોલીસ તપાસમાં મોટા ખુલાસા થાય તેવી શકયતા છે.સુત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે ગુજરાતમાં અંદાજે 500 થી પણ વધારે આંગડિયા પેઢીઓ ધમધમી રહી છે. સામાન્ય રીતે એક આંગડિયા પેઢીમાંથી રોજના એક કરોડ રૂૂપિયાના હવાલો પડે તો 500 આંગડિયા પેઢીઓમાં 500 કરોડના હવાલા પડી રહ્યાં છે. આમાંની કેટલીક આંગડિયા પેઢીમાં તો રોજના 10 કરોડથી માંડીને 50 કરોડ સુધીના હવાલા પડતા હોય છે. એક લાખ રૂૂપિયાના 100 રૂૂપિયા પ્રમાણે આંગડિયા પેઢીના સંચાલકો ચાર્જીસ વસૂલતા હોય છે. જેમાં જુગારીઓ, બુકીઓ તેમજ બે નંબરના ધંધા સાથે સંકળાયેલા અનેક વ્હાઈટ કોલર ગુનેગારોના રૂૂપિયાની હેરાફેરી કોઈપણ જાતના ટેક્સ વિના પોતાની ઈચ્છિત જગ્યાએ મળી જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *