GST કૌભાંડમાં ધારાસભ્યના ભત્રીજા સહિતના શખ્સોને પકડવા બીજા દિવસે દરોડા

ક્રાઇમ બ્રાંચ, એસઓજી અને આર્થિક ગુના નિવારણ સેલની અલગ-અલગ 12 ટીમોની રાજ્યભરમાં તપાસ ,સૂત્રધાર મહેશ લાંગાનો જેલમાંથી કબજો લેવાશે, પકડાયેલા પાંચ શખ્સોના રિમાન્ડ મંગાયા ભગવતીપરા…

ક્રાઇમ બ્રાંચ, એસઓજી અને આર્થિક ગુના નિવારણ સેલની અલગ-અલગ 12 ટીમોની રાજ્યભરમાં તપાસ ,સૂત્રધાર મહેશ લાંગાનો જેલમાંથી કબજો લેવાશે, પકડાયેલા પાંચ શખ્સોના રિમાન્ડ મંગાયા


ભગવતીપરા મેઇન રોડ પર પરમાર એન્ટ્રારપ્રાઇઝ નામની પેઢી ખુલ્લી 4 મહીનામાં સરકાર પાસેથી 61.38 લાખની ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી સરકાર સાથે છેતરપીંડી કરવાના કૌંભાડમાં રાજકોટ આર્થિક ગુના નિવારણ સેલની ટીમે પડદા ફાર્શ ર્ક્યા બાદ આ પ્રકરણમાં સતત બીજા દિવસે રાજકોટ પોલીસની ક્રાઇમ બ્રાંચ એસઓજી અને આર્થિક ગુના નિવારણ સેલની 12 ટીમે રાજ્યભરમાં દરોડા પડ્યા છે. આ જીએસટી કૌભાંડમાં નામચીન મહેશ લાંગા સાથે ગીર સોમનાથના ધારાસભ્ય ભગાભાઇ બારડના ભત્રીજાનું નામ પણ બહાર આવ્યું છે. જેની ધરપકડ કરવા માટે રાજકોટ પોલીસની ટીમ ગીર સોમનાથ જિલ્લામાં પહોંચી છે અને ધામા નાખ્યા છે.


મળતી વિગતો મુજબ રાજકોટ જીએસટી વિભાગના સુપ્રિટેન્ડન્ટ જયપ્રકાશસિંઘ રામચંદ્રસિંઘે નોંધાવેલી ફરિયાદમાં અલગ અલગ 15 કંપની ના નામ આપ્યાહતા.આ મામલે પોલીસ કમિશનરની સુચનાથી ક્રાઇમ બ્રાંચના ડીસીપી ડો.પાર્થરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ આર્થિક ગુના નિવારણ સેલના ઇન્ચાર્જ પી.આઇ. એસ.એમ.જાડેજા અને તેમની ટીમે તપાસ કરતા આ મામલે હાલ જેલમાં રહેલા અને વિવાદમાં આવેલા મહેશ લાંગાનું નામ ખુલ્યું છે. જેમાં લીમડીના વિશાલ પ્રવીણ પરમાર, અમન નાસીર કારાણી, ભાડા કરાર કરાવનાર ભગવતીપરાના અમન રફીક બીનહરીશ, શીવપરા રૈયા ચોકડી પાસે રહેતા સહીદ ઉર્ફે કાળુ મજિદભાઇ શરી અને શાંતીનગરમાં રહેતા પાર્થ સતીષ પરમારની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે બીલ બનાવનાર અન્ય શખ્સોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.


આ જીએસટી કૌભાંડની તપાસમાં જે 15 જેટલી કંપનીઓના નામ સામે આવ્યા છે. તેમાં ગીર સોમનાથ જિલ્લામાં આવેલ આર્યન એસોશીયેટનું નામ પણ ખુલ્યું છે. વેરાવળના આજોઠા ખાતે આવેલ ધૃવ ટ્રાન્સફોટની પાછળ આવેલ આર્યન એસોશીયેટ જે ધારાસભ્ય ભગાભાઇ બારેડના ભત્રીજા વિજય કાળાભાઇ બારડની હોવાનું ખુલ્યું છે. મહેશ લાંગાની કંપની દ્વારા આ સમગ્ર કૌભાંડ આચારવામાં આવ્યો હોય અને ખોટા બીલ અને ખોટી રજુઆતો કરી સરકારને 61.38 લાખનો નુકશાન કરવાનો આવ્યો હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. આ મામલે છેલ્લા બે દિવસ રાજકોટ પોલીસ રાજ્યભરમાં દરોડા પડી રહી છે. અને તે અંગે હજુ પણ મોટા ખુલ્સા થઇ શકે છે. આ કૌભાંડમાં સંડોવાયેલા પત્રકાર મહેશ લાંગા કે જે હાલ જેલમાં હોય તેનો જેલમાંથી કબજો મેળવવા માટે પણ તજવીજ હાથ ધરાઇ છે.

કઇ કંપનીએ સરકાર સાથે કેટલા રૂપિયાની છેતરપિંડી કરી

(1) યશ ડેવલોપર, નિરવ પ્રવિણ સુરાણી, દર્ષીત કોમ્પ્લેક્ષ એસ.એન.કે. સ્કુલ પાછળ (રૂા.1.74 લાખ)
(2) ઇકરા એન્ટરપ્રાઇ, ફિરોઝ અબ્દુલ જુણેજા, કોટડા સાંગાણી (રૂા.2.94 લાખ)
(3) સીવીલપ્લસ એન્જીનીયરીંગ, માનસ બળવતંરાય જોબનપુત્રા, જુનાગઢ (રૂા.4.63 લાખ)
(4) ધનશ્રી મેટલ, વિશ્ર્વા જેન્તીલાલ વારસાણી, પડવલા કોટડા સાંગાણી (રૂા.80,800)
(5) ડી.એ.એન્ટરપ્રાઇઝ, મનોજકુમાર રામભાઇ લાંગા, અમદાવાદ (રૂા.8.50 લાખ)
(6) આર્યન એસોશીયેટ, વિજયકુમાર કાળાભાઇ બારડ, વેરાવળ (રૂા.10.26 લાખ)
(7) જ્યોતી ઇન્ફ્રાસ્ટ્રકચર, અલ્પેશ ગોબરભાઇ હીરપરા, સુરત (રૂા.1.69 લાખ)
(8) અર્હમ સ્ટીલ, હેતલબેન નીમેશભાઇ વોરા, ભાવનગર(રૂા.7.64 લાખ)
(9) રિદ્ધિ ઇન્ફાસ્ટકર્ચર, શૈલેશ ઘનશ્યામ પટેલ, ગાંધીનગર (રૂા.6.85 લાખ)
(10) આશાપુરા ટ્રેડીંગ, ભેરૂસિંગ રાજપુત, કોઠારીયા રાજકોટ (રૂા.2.87 લાખ)
(11) શિવ મીલન પ્લાસ્ટીક, પાર્થ મનોજ રોજવાડિયા, રાજકોટ (રૂા.10.35 લાખ)
(12) મા દુર્ગા સ્ટીલ, મહીર રમેશ પટેલ, મહેસાણા કડી (રૂા.88 હજાર)
(13) મારૂતી નંદન ક્ધટ્રકશન, અનિલ છગનભાઇ ઓસીયા, જુનાગઢ (રૂા.34 હજાર)
(14) લખુભા નાનભા જાડેજા, મોટી ખાવડી/જામનગર (રૂા.1.83 લાખ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *