જામનગરમાં ઈંગ્લીશ દારૂ અંગે બે સ્થળે દરોડા

જામનગરની લોકલ ક્રાઈમ બ્રાંચ ની ટીમેં જામનગર નજીક નાઘેડી વિસ્તારમાં સ્મશાન પાસે સૌપ્રથમ દરોડો પાડ્યો હતો. ત્યાંથી રિક્ષા લઈને નીકળેલા શમીર રજાકભાઈ અન્સારી કે જે…

જામનગરની લોકલ ક્રાઈમ બ્રાંચ ની ટીમેં જામનગર નજીક નાઘેડી વિસ્તારમાં સ્મશાન પાસે સૌપ્રથમ દરોડો પાડ્યો હતો. ત્યાંથી રિક્ષા લઈને નીકળેલા શમીર રજાકભાઈ અન્સારી કે જે જામનગરમાં વૈશાલી નગરમાં રહે છે, જેને આંતરીને તેની રીક્ષા ની તલાટી લેતાં રિક્ષામાંથી 48 નંગ ઇંગ્લિશ દારૂૂની બાટલી નો જથ્થો મળી આવ્યો હતો.

આથી પોલીસે ઇંગલિશ દારૂૂ અને રિક્ષા સહિત રૂૂપિયા પોણા બે લાખની માલમતા કબજે કરી છે, અને રિક્ષાચાલક શમીર અંસારી ની અટકાયત કરી લીધી છે. તેને ઉપરોક્ત દારૂૂનો જથ્થો જામનગરમાં વાઘેરવાડા વિસ્તારમાં રહેતા આશિકહુસેન મહમદભાઈ ભાયા એ સપ્લાય કર્યો હોવાનું અને નાઘેડીના કિશન ગઢવીએ આ દારૂૂ મંગાવ્યો હોવાથી તે બંનેને ફરારી જાહેર કર્યા હતા. ત્યારબાદ એલસીબી ની ટુકડી બંને આરોપીઓને શોધવામાં લાગી ગઈ હતી, અને જામનગરમાં વાઘેરવાડા વિસ્તારમાં દાવલશાફળીમાં રહેતા આશિક હુસેન મોહમ્મદભાઈ ભાયા ના મકાન પર એલસીબી ની ટુકડીએ દરોડો પાડયો હતો.

જે દરોડા દરમિયાન તેના મકાનમાંથી વધુ 25 નંગ ઇંગ્લિશ દારૂૂની બાટલીનો જથ્થો મળી આવ્યો હતો. આથી પોલીસે ઇંગલિશ દારૂૂ કબજે કરી લઇ આશિક ભાયાની અટકાયત કરી લીધી છે. જેની પૂછપરછ દરમિયાન તેને ઉપરોક્ત દારૂૂ પડધરી નજીક રહેતા પુનિત દાણીધાર દ્વારા સપ્લાય કરાયો હોવાથી તેને ફરારી જાહેર કરાયો છે, અને તેની પણ શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *