ગોંડલના ભવનાથનગરમાં મહિલા જુગાર કલબ ઉપર દરોડો, 13 ગૃહિણીઓની ધરપકડ

ગોંડલના ભવનાથનગર વિસ્તારમાં એક રહેણાક મકાનમાં ચાલતી મહિલા જુગાર ક્લબ ઉપર પોલીસે ત્રાટકીને સંચાલકો સહિત કુલ 13 મહિલાઓની ધરપકડ કરી હતી. પોલીસે રૂૂ.1,35,000ની રોકડ રકમ…

ગોંડલના ભવનાથનગર વિસ્તારમાં એક રહેણાક મકાનમાં ચાલતી મહિલા જુગાર ક્લબ ઉપર પોલીસે ત્રાટકીને સંચાલકો સહિત કુલ 13 મહિલાઓની ધરપકડ કરી હતી. પોલીસે રૂૂ.1,35,000ની રોકડ રકમ પણ જપ્ત કરી છે.
મળતી વિગતો અનુસાર, ગોંડલના ભવનાથનગર, દત્તાત્રેય મંદિર પાસે રહેતા ભગીરથસિંહ વીરભદ્રસિંહ વાઘેલાએ તેમના પત્ની મારફતે ઘરમાં જુગાર ક્લબ શરૂૂ કરી હોય પત્ની હિનાબા ભગીરથસિંહ વાઘેલા મારફતે બહારથી અન્ય મહિલાઓને પોતાના ઘરે બોલાવી જુગાર રમાડતા હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડી જુગાર રમતી હિનાબા ભગીરથસિંહ વાઘેલા (ઉ.વ.44, રહે. ભવનાથનગર, દત્તાત્રેય મંદિરની બાજુમાં, ગોંડલ), મયુરીબેન દીપકભાઈ અમૃતિયા (ઉ.વ.41, ધંધો: ઘરકામ, રહે.વલ્લભ ભવન સોસાયટી, ગુંદાળા રોડ, ગોંડલ),કીરણબેન ચંપકભાઈ પટેલ (ઉ.વ. 50, ધંધો: ઘરકામ, રહે. યોગીનગર શેરી નં. 8, ગોંડલ) રેખાબેન રણછોડભાઈ સાવલિયા (ઉ.વ.61,ધંધો: ઘરકામ, રહે. ગાયત્રી નગર શેરી નંબર-10, ગોંડલ),કિશોરબા દિલાવરસિંહ રાણા (ઉ.વ. 62, ધંધો: ઘરકામ, રહે. રઘુવીર સોસાયટી, ગોંડલ), ભાવનાબા ગજેન્દ્રસિંહ ગોહિલ (ઉ.વ.44, ધંધો: ઘરકામ, રહે. રામ હોસ્પિટલ પાછળ, ગોંડલ), ભારતીબેન રાજેશભાઈ માંડવીયા (ઉ.વ.34,ધંધો: ઘરકામ, રહે. રામદ્વાર પાસે, પંચાવતીના ખૂણા પાસે, તા.ગોંડલ),જયશ્રીબા પ્રદ્યુમનસિંહ ગોહિલ (ઉ.વ.45, ધંધો: ઘરકામ, રહે.એસઆરપી કેમ્પસમાં, તા. ગોંડલ),ગીતાબેન સંજયભાઈ અમીપરા (ઉ.વ.54, ધંધો: ઘરકામ, રહે.તક્ષશિલા સોસાયટી, ભક્તિ હોસ્પિટલ પાસે, ગોંડલ),દક્ષાબેન જગદીશભાઈ ઝાલાવડિયા (ઉ.વ.50, ધંધો: ઘરકામ, રહે.સ્ટેશન પ્લોટ શેરી નં.-19, ગોંડલ), જયશ્રીબેન હરેશભાઇ વાણિયા (ઉ.વ. 68, ધંધો: ઘરકામ, રહે. સ્ટેશન પ્લોટ, શિશુ મંદિર સ્કૂલ પાસે, તા.ગોંડલ), રીટાબા યોગેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.45, ધંધો: ઘરકામ, રહે. ભવનાથ પ્લોટ, તા. ગોંડલ), નીલાબેન બિપીન ભાઈ ગીરધરલાલ (ઉ.વ.56, ધંધો: ઘરકામ, રહે.મોટી બજાર, ગોંડલ) અને ભગીરથસિંહ વીરભદ્રસિંહ વાઘેલા (રહે. ભવનાથ નગર, ગોંડલ-મુખ્ય સંચાલક)ની ધરપકડ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *