રેલનગરમાં મહિલા સંચાલિત જુગાર કલબ પર દરોડો : આઠની અટકાયત, એક લાખની રોકડ જપ્ત

રેલનગરમાં આસ્થા ચોક પાસે શ્રી આસ્થા એવન્યુ બ્લોક નં.15માં આવેલા મકાનમા મહીલા સંચાલીત જુગાર કલબ ચાલતી હોવાની બાતમી મળતા પ્ર. નગર પોલીસે દરોડો પાડી આઠ…

રેલનગરમાં આસ્થા ચોક પાસે શ્રી આસ્થા એવન્યુ બ્લોક નં.15માં આવેલા મકાનમા મહીલા સંચાલીત જુગાર કલબ ચાલતી હોવાની બાતમી મળતા પ્ર. નગર પોલીસે દરોડો પાડી આઠ શખ્સોને ઝડપી એક લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

આ જુગારમાં ઝડપાયેલાઓમાં 1) કંચનબેન હરગોવિંદભાઈ મકવાણા જાતે,વાણંદ ઉ.વ.60 ધંધો, ઘરકામ રહે, શ્રી આસ્થા એવન્યુ બ્લોક નં.15 સાધુવાસવાણી રોડ રાજકોટ શહેર (2) રેખાબેન ભુપેન્દ્રભાઈ જોષી જાતે બ્રાહ્મણ ઉ.વ. 60 ધંધો,ઘરકામ રહે, રેફ્યુઝી કોલોની રાજકોટ શહેર (3) શીતલબેન કીરીટભાઈ મીયાત્રા જાતે, વાણંદ ઉ.વ.40 ધંધો, ઘરકામ રહે, બોરીચા સો.સા. ભગવતીપરા રાજકોટ શહેર (4) કુમુદબેન ભરતભાઈ કારીયા જાતે, લુવાણા ઉ.વ. 56 ધંધો,ઘરકામ રહે, રેલનગર આસ્થા ચોક રાજકોટ શહેર (5) સલોચના મોતીસિંગ ચંગલાણી જાતે, સીંધી ઉ.વ.60 ધંધો,ઘરકમ રહે, જંક્શન પ્લોટ શેરી નં. 5 રાજકોટ શહેર (6) રાખીબેન સંદીપભાઈ ત્રીવેદી જાતે બ્રાહમણ ઉ.વ. 40 ધંધો, ઘરકમ રહે રેલનગર-1, બ્રીઝની સામે રાજકોટ શહેર (7) રંજનીબેન હરેશભાઈ નાકરેચા જાતે, સીંધી ઉ.વ.35 ધંધો, ઘરકામ રહે, ઘરમનગર પાણીના ટાકા પાસે રાજકોટ શહેર અને ઈશીકા ધીરેનભાઈ ભાટીયા જાતે,સીંધી ઉ.વ. 33 (રહે, જંકશન પ્લોટ શેરી 15 રાજકોટ શહેર)નો સમાવેશ થાય છે.

બીજા દરોડામાં ભગીરથ સોસાયટી મેઇન રોડ પંચશીલ સ્કુલ વાળી શેરી હરીઓમ રોલ પ્રેસ એન્ડ સિલ્વર પ્રેસર પાસે જુગાર રમાતો હોવાની બાતમી પરથી પોલીસે દરોડો પાડી જુગાર રમતા જીલ સંજયભાઇ રૈયાણી પટેલ ઉ.વ.19 ધંધો અભ્યાસ રહે પેડક રોડ શકિત સોસાયટી શેરી નંબર-01 રાજકોટ,વિજયભાઇ પરષોતમભાઇ ગોહેલ સગર ઉ.વ.44 ધંધો મજુરી કામ રહે માર્કેટીંગ યાર્ડ શકિત સોસાયટી શેરી નંબર-0ર રાજકોટ (3) સુરેશભાઇ પરષોતમભાઇ ગોહેલ સગર ઉ.વ.50 ધંધો મજુરી કામ રહે માર્કેટીંગ યાર્ડ શકિત સોસાયટી શેરી નંબર-01 રાજકોટ (4) ગીરીશભાઇ મનજીભાઇ ડોબરીયા પટેલ ઉ.વ.42 ધંધો મજુરી કામ રહે ગ્રીનલેન્ડ ચોકડી ગણેશપાર્ક રાજકોટ અને (5) જયેશભાઇ હસમુખભાઇ ગરાચ ખત્રી ઉ.વ.47 ધંધો કટલેરીનો (રહે રણછોડનગર શેરી નંબર-13 મેહુલભાઇ હેરમા ના મકાનમાં)ને પકડી 10 હજારની રોકડ જપ્ત કરી હતી.

જયારે ત્રીજા દરોડામા એલસીબી ઝોન ર રાકેશ દેસાઇની ટીમનાં પીએસઆઇ આર એચ. ઝાલા, એએસઆઇ જેન્તીભાઇ ગોહીલ, રાજેશભાઇ મીયાત્રા, શકિતસિંહ ગોહીલ , રાહુલભાઇ ગોહેલ અને કુલદીપસિંહ રાણા સહીતનાં સ્ટાફે માયાણીનગર ચોક પાસે અમરનગર શેરી નં 3 નજીક ઉમ એન્જીનીયરીંગની બાજુમા જુગાર રમાતો હોવાની બાતમી મળતા દરોડો પાડી જુગાર રમતા ગીરધરભાઇ સાવલીયા, ગોવીંદભાઇ સાવલીયા, મહેન્દ્રભાઇ રેણુકા, ભીખુભાઇ વાક અને પ્રવીણભાઇ માળીને પકડી 1ર હજારની રોકડ જપ્ત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *