જસદણમાં ઘોડી-પાસાની જુગાર કલબ ઉપર દરોડો: 9 જુગારીઓની ધરપકડ

રૂા.61 હજારની રોકડ સહિત રૂા.4.71 લાખનો મુદ્દામાલ કબજે જસદણના ગઢાળા ગામ પાસે ખંભાળા-ભડલી રોડ પર ચાલતા ઘોડી-પાસાના જુગારક્લબ ઉપર રેન્જ ટીમે દરોડો પાડી જુગાર રમતા…

રૂા.61 હજારની રોકડ સહિત રૂા.4.71 લાખનો મુદ્દામાલ કબજે

જસદણના ગઢાળા ગામ પાસે ખંભાળા-ભડલી રોડ પર ચાલતા ઘોડી-પાસાના જુગારક્લબ ઉપર રેન્જ ટીમે દરોડો પાડી જુગાર રમતા ચાર શખ્સોને ઝડપી લીધા છે, જ્યારે અન્ય 5 શખ્સો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. પોલીસે રૂૂ.61 હજારની રોકડ અને કાર, બાઈક અને રોકડ સહિત કુલ રૂૂ. 4,71,100 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

મળતી વિગતો મુજબ, રાજકોટ રેન્જના આઈજી નિર્લિપ્ત રાયની સુચનાથી ગઢાળા ગામ પાસે ચાલતી ઘોડી-પાસાના જુગારક્લબ ઉપર બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા જુગાર રમતા રજાકભાઇ જમાલભાઈ ખોરાણી (રહે. નવાગઢ, જેતપુર), સંજયભાઇ વાઘજીભાઇ વાઘેલા (રહે. કરીયાણા, બાબરા), મુકેશભાઇ હિપાભાઇ સરેલીયા (રહે. લીંબડીયા, ગઢડા) અને મનિષભાઇ નાનજીભાઇ મારૂૂ (રહે. બાબરા) નામના ચાર આરોપીઓની અટકાયત કરી હતી.જ્યારે દરોડા દરમિયાન સંજય સામતભાઇ ગરાણીયા, સુરેશ મકવાણા, ભરતભાઇ વાટુકીયા, વલ્લભભાઇ કોળી અને બીજલભાઇ કોળી નામના પાંચ શખ્સો નાસી ગયા હતા.

પોલીસે તમામ 9 આરોપીઓ સામે જસદણ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસે ઘોડી-પાસા તેમજ રોકડા રૂૂ. 61,100, મોબાઈલ ફોન, મોટરસાયકલ અને એક ઇક્કો કાર મળીને કુલ રૂૂ. 4,71,100 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. રાજકોટ રેન્જની ટીમના પી.એસ. આઈ પી.એન.મોરી, બી.સી.મીયાત્રા, સી.એમ.કાંટેલીયા તથા તેમની ટીમના દિવ્યેશભાઈ સુવા, શિવરાજસિંહ ઝાલા, કુલદિપસિંહ ચુડાસમા સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *