જામનગરના ફલ્લા ગામેથી હાઇ પ્રોફાઇલ જુગારધામ પર દરોડો

જામનગર નજીક ફલ્લા ગામમાં એક રહેણાક મકાનમાં હાઈ પ્રોફાઈલ જુગારધામ ચાલી રહ્યું છે, અને જામનગર, ફલ્લા ધ્રોલ સહિતના આસપાસના વિસ્તારના કેટલાક અઠંગ જુગારીઓ મોટો દાવ…

જામનગર નજીક ફલ્લા ગામમાં એક રહેણાક મકાનમાં હાઈ પ્રોફાઈલ જુગારધામ ચાલી રહ્યું છે, અને જામનગર, ફલ્લા ધ્રોલ સહિતના આસપાસના વિસ્તારના કેટલાક અઠંગ જુગારીઓ મોટો દાવ લગાવીને જુગાર રમવા માટે આવ્યા છે, તેવી ચોક્કસ બાતમી જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમને મળી હતી.

જે બાતમી ના આધારે ગઈકાલે મોડી રાત્રે એલસીબીની ટુકડીએ ફલ્લા ગામમાં રહેતા નિતેશ ગણેશભાઈ ધમસાણીયા નામના ખેડૂતના રહેણાક મકાન પર ઓચિંતો દરોડો પાડયો હતોઝ જે દરોડા દરમિયાન આઠ પત્તાપ્રેમીઓ ગંજીપાના વડે હારજીતનો જુગાર રમી રહેલા મળી આવ્યા હતા.

આથી એલસીબીની ટુકડીએ મકાન માલિક મિતેશ ગણેશભાઈ ધમસાણીયા ઉપરાંત મીત કાનજીભાઈ દલસાણીયા, વસંત હરખાભાઈ નાગપરા, બીપીન વીરજીભાઈ અઘેરા, વિનોદ સવજીભાઈ કાનાણી, નિલેશ ભવનભાઈ ભીમાણી, જયસુખ નારણભાઈ ધમસાણીયા, અને અરવિંદ મોહનભાઈ ભીમાણી ની અટકાયત કરી લીધી છે. તેઓ પાસેથી રૂૂપિયા 11,03,000 ની રોકડ રકમ, આઠ નંગ મોબાઈલ ફોન અને એક મોટરસાયકલ સહિત રૂૂપિયા 12,38,000 ની માલમતા કબજે કરી લીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *