ભગવતીપરાના શખ્સે ક્લબ શરૂ કરી હતી, પ્ર.નગરના તોફીકભાઇ જુણાચ અને તોફીકભાઇ મંધરાની બાતમી
રૂૂખડીયાપરામાં ભગવતીપરાના શખ્સે ઘોડીપાસાના જૂગારનો પાટલો ચાલુ કરતાં પ્ર.નગર પોલીસે દરોડો પાડી તેના સહિત 10ને પકડી લઇ રોકડ કબ્જે કરી હતી. જાણવા મળ્યા મુજબ પ્ર.નગર પોલીસની ટીમ દારૂૂ જુગારની પ્રવૃતિને ડામવા પેટ્રોલીંગમાં હતી ત્યારે કોન્સ.ચાંપરાજભાઇ ખવડ અને તોફિકભાઇ મંધરા, તોફિકભાઇ જુણાચને બાતમી મળી હતી કે રૂૂખડીયા કોલોની પાસે જાહેરમાં કુંડાળુ વળી કેટલાક શખ્સો ઘોડીપાસાનો જૂગાર રમી રહ્યા છે. આ બાતમીને આધારે દરોડો પાડયો હતો.
પોલીસે ભગવતીપરા-10માં મનસુખભાઇ લોધાના ડેલામાં રહેતાં જુમા જીવાભાઇ ઠેબેપોત્રા (ઉ.વ.46), કોઠારીયા રોડ રણુજા મંદિર પાસે સંત કબીર સોસાયટીના કેશુ જેઠાભાઇ ભુતલા (ઉ.વ.87), વાણીયાવાડી-21માં રહેતાં અલ્પેશ કિરીટભાઇ રાઠોડ (ઉ.વ.24), મોચી બજારના સોનુ ગેંદુભાઇ કુનબી (ઉ.વ.53), બેડીપરા ગંગેશ્વર મહાદેવ રોડ સસ્તા અનાજની દુકાન પાસે રહેતાં સંજય જયસુખભાઇ દુધરેજીયા (ઉ.વ.24), મીલપરા લક્ષ્મીવાડી-18ના દિપક મનજીભાઇ મકવાણા (ઉ.વ.35), કુવાડવા રોડ નરસિંહ મહેતા ટાઉનશીપ પાછળ રહેતાં ભાવેશ ગોરધનભાઇ સુરાણી (ઉ.વ.51), ભગવતીપરા મદ્રેસા પાસે નદી કાંઠે રહેતાં રફીક જુમાભાઇ શેખ (ઉ.વ.50), રૂૂખડીયાપરા જેલ પાછળ રહેતાં ફિરોઝ ઇકબાલભાઇ જામ (ઉ.વ.29) અને જામનગર રોડ સ્લમ ક્વાર્ટર નં. 119ની સામે રહેતાં રહેતાં અબ્દુલ દાઉદભાઇ લંજાને પકડી લીધા હતા. પોલીસે બે નંગ ઘોડીપાસા તથા રૂૂા. 22150ની રોકડ કબ્જે લીધી હતી. ઝડપાયેલા મોટા ભાગના મજુરી કરે છે અને અમુક રિક્ષા ડ્રાઇવર છે. પોલીસના કહેવા મુજબ જુમા ઠેબેપોત્રાએ આ પાટલો માંડયો હતો. ડીસીપી રાકેશ દેસાઇ, એસીપી રાધીકા ભારાઇની સુચના અંતર્ગત પીઆઇ વી. આર. વસાવા, પીએસઆઇ આર. કે. ગોહિલ સીહતની ટીમે આ દરોડો પાડયો હતો.
