કૈલાશ પાર્કમાં મકાનમાં ચાલતા જુગારધામ ઉપર દરોડો : 6 ઝડપાયા

શહેરના મવડી વિસ્તારમાં આવેલા કૈલાશ પાર્કમાં રહેણાક મકાનમાં ચાલતા જુગારધામ ઉપર ક્રાઈમ બ્રાંચે દરોડો પાડી પત્તા ટીંચતા છ શખ્સોને 33 હજારની રોકડ સાથે ઝડપી પાડી…

શહેરના મવડી વિસ્તારમાં આવેલા કૈલાશ પાર્કમાં રહેણાક મકાનમાં ચાલતા જુગારધામ ઉપર ક્રાઈમ બ્રાંચે દરોડો પાડી પત્તા ટીંચતા છ શખ્સોને 33 હજારની રોકડ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ એસ.વી. ચુડાસમાના માર્ગદર્શન હેઠળ કોન્સ. કરણ કોઠીવાળ, સંજય અલગોતર સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો દરમિયાન મવડીમાં કૈલાશ પાર્ક મેઈન રોડ પર શ્રી પેલેસ ફ્લેટ નં. 103માં રહેતો રજની દામજીભાઈ પટેલ પોતાના મકાનમાં બહારથી માણસો બોલાવી જુગારધામ ચલાવતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી પત્તા ટીંચતા મકાનમાલીક રજની પટેલ ઉપરાંત કિરીટભાઈ ભીખાભાઈ લુણાગરિયા, પુષ્પરાજસિંહ મહાવિરસિંહ જાડેજા, જયરાજ લખધીરસિંહ મહાવીરસિંહ જાડેજા, જયરાજસિંહ લખધિરસિંહ રાણા, વિશાલ રામભાઈ પરમાર અને રવિરાજ અજીતસિંહ જાડેજાને ઝડપી પાડી પટ્ટમાંથી રૂા. 33 હજારની રોકડ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *