નવાગામ ન્યુ શકિત સોસાયટીમા રહેતા હરેશ કોળીનાં મકાનમા જુગાર ધામ ચાલતુ હોવાની બાતમી મળતા બી ડીવીઝન પોલીસ મથકનાં સ્ટાફે દરોડો પાડી જુગાર રમતા બે વેપારી અને બે મહીલા સહીત પાંચ શખ્સોની ધરપકડ કરી 42 હજારનો મુદામાલ જપ્ત કર્યો છે.
વધુ વિગતો મુજબ બી ડીવીઝન પોલીસ મથકનાં પીએસઆઇ એ. બી. ચૌધરી, નરેશભાઇ ચાવડા સહીતનાં સ્ટાફે નવાગામ આણંદપરમા આવેલી ન્યુ શકિત સોસાયટીમા રહેતા હરેશ વિહાભાઇ પરાલીયાનાં મકાનમા જુગાર રમાતો હોવાની બાતમી મળતા દરોડો પાડયો હતો. જયા જુગાર રમતા હરેશ પરાલીયા, રાજબહાદુર નાયક , મહેન્દ્ર કરેઠા, નઝમાબેન મહેબુબભાઇ જુણેજા અને ભાવીતા મુકેશભાઇ બાવાજી ને ઝડપી લઇ 42 હજારનો મુદામાલ જપ્ત કરવામા આવ્યો હતો આ જુગારમા ઝડપાયેલા રાજ બહાદુર નાયક અને મહેન્દ્ર કરેઠા વેપારી હોવાનુ જાણવા મળી રહયુ છે.
