ગંજીવાડામાં નામચીન શખ્સની વર્લી ફીચરની જુગાર ક્લબ પર દરોડા, ત્રણ પકડાયા

  ભાવનગર રોડ ગંજીવાડાના નાકે હનુમાનજી મંદીરની સામે જાહેરમા વર્લી ફીચરનો જુગાર રમતા ત્રણ શખ્સોને પીસીબીની ટીમે ઝડપી લીધા હતા તેમની પાસેથી રૂ. 14 હજારનો…

 

ભાવનગર રોડ ગંજીવાડાના નાકે હનુમાનજી મંદીરની સામે જાહેરમા વર્લી ફીચરનો જુગાર રમતા ત્રણ શખ્સોને પીસીબીની ટીમે ઝડપી લીધા હતા તેમની પાસેથી રૂ. 14 હજારનો મુદામાલ જપ્ત કર્યો હતો. આ જુગાર કલબ મયુરસિંહ ઝાલા અને હારૂન દલ ચલાવતા હોવાનુ જાણવા મળતા તેની શોધખોળ શરૂ કરવામા આવી છે.

પીસીબી શાખાના પીઆઇ ગોંડલીયાની રાહબરીમા પીએસઆઇ એમ. જે. હુણ, પી. બી. ત્રાજીયા, એએસઆઇ મયુર પલારીયા, વિજયભાઇ મેતા, કુલદીપસિંહ અને યુવરાજસિંહ સહીતના સ્ટાફે બાતમીને આધારે દરોડો પાડી સબીર અલી મોહમદ ઠેબા (રહે. ભારતનગર શેરી 3), ફિરોજ અભરામ પલેજા (ગંજીવાડા શેરી 3પ) અને પિન્ટુ મહેશભાઇ મેવાડા (રહે. સંતકબીર રોડ, ત્રીવેણી ગેઇટ સોસાયટી શેરી 1) ને ઝડપી લીધા હતા. અને તેમની પાસેથી રોકડ અને મોબાઇલ સહિત રૂ. 14300 નો મુદામાલ કબજે કર્યો હતો પુછપરછમા આરોપીઓ મયુરસિંહ ઉર્ફે મહાવિરસિંહ ભરતસિંહ ઝાલા અને ગંજીવાડાના હારૂન આમદભાઇ દલ પાસે કપાત કરાવતા હતા.

આ અગાઉ પણ મયુરસિંહ ઉર્ફે મહાવિરસિંહ ઝાલાની વરલી ફીચરની જુગાર કલબ પર અગાઉ સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા પડી ચુકયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *