દેશી-વિદેશી દારૂના ધંધાર્થી ઉપર દરોડા, 3600ના મુદ્દામાલ સાથે 4ની ધરપકડ

શહેરમા દેશી અને વિદેશી દારૂૂના ધંધાર્થીઓ ઉપર એલસીબી ઝોન-1ની ટીમે ધોસ બોલાવી દરોડા પડ્યા હતા. સ્પેશીયલ ડ્રાઇવ અનુસંધાને અલગ અલગ પાંચ જગ્યાએ દરોડામાં રૂૂ.3600ની કીમતનો…

શહેરમા દેશી અને વિદેશી દારૂૂના ધંધાર્થીઓ ઉપર એલસીબી ઝોન-1ની ટીમે ધોસ બોલાવી દરોડા પડ્યા હતા. સ્પેશીયલ ડ્રાઇવ અનુસંધાને અલગ અલગ પાંચ જગ્યાએ દરોડામાં રૂૂ.3600ની કીમતનો દેશીદારૂૂ તથા વિદેશી દારૂૂનો જથ્થો પકડી પાડી બે મહિલા સહીત 4ની ધરપકડ કરી છે.

પોલીસ કમીશ્નર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમીશ્નર મહેન્દ્ર બગડીયા,ડીસીપી ઝોન-1 હેતલ પટેલ દ્વારા શહેરમાં દારૂૂ જુગારની પ્રવૃતી નેસ્ત નાબુદ કરવા સુચના કરેલ હોય જે અન્વયે એલસીબી ઝોન-1ના પીએસઆઈ બી.વી. ચુડાસમા સાથે એલ.સી.બી.ઝોન-1 ટીમે સ્પેશીયલ ડ્રાઇવ કરી અલગ અલગ પાંચ સ્થળોએ દેશીદારૂૂ તથા ઇગ્લીશ દારૂૂનો જથ્થાનું વેચાણ કરતા બુટલેગરોને ત્યાં દરોડા પાડ્યા હતા જેમાં રાજલક્ષ્મી મેઇન રોડ રાધીકાપાર્ક 3 શેરી નં 3 ના ખુણા પાસેથી વિજય સવજીભાઇ પીપળીયાને રૂૂ. 1000 05 લીટર દેશી દારૂૂ સાથે, ચુનારાવાડ શેરી નં 03 જાહેરમાં દારૂૂ વહેચતી કમુબેન રઘુભાઇ રાઠોડને 1000ના વિદેશી દારૂૂના પાંચ ચપલા સાથે જયારે ચુનારાવાડ શેરી નં. 03માં રહેતી ધનીબેન કીશોરભાઈ રાઠોડને 600 ની કીમતના 3 ચપલા સાથે ઝડપી લીધી હતી.

ઉપરાંત આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોઠારીયા સોલવન્ટ નારાયણનગર કનૈયા ચોક ખાતે જાહેરમાંથી દારૂૂ વહેચતા નારાયણનગર સોલવન્ટ કનૈયા ચોક પાસે રહેતા ભાવેશભાઇ છગનભાઇ વાવડીયાને રૂૂ.1000ની કીમતના 5 લીટર દેશીદારૂૂ સાથે તેમજ માંડાડુગર વિસ્તાર પીઠડ આઇ સોસાયટી શેરી નં ર ખાતે જાહેરમાં દારૂૂ વહેચતા હેમતભાઇ પ્રેમજીભાઇ સોલંકીને રૂૂ.1000ની કીમતના 5 લીટર દેશીદારૂૂ સાથે ઝડપી લીધા હતા. એલસીબી ઝોન-1 ના પીએસઆઈ બી.વી.ચુડાસમા સાથે ટીમના એ.એસ.આઇ હરેશભાઇ પરમાર,મનરુપગીરી ગૌસ્વામી, હિતેશભાઇ પરમાર,હિતેન્દ્રસિંહ ઝાલા,જગદીશસિંહ પરમાર, રવીરાજભાઈ પટગીર સહીત એલ.સી.બી. ઝોન-1 ટીમે કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *