હાઈપ્રોફાઈલ વિસ્તારમાં હેલ્થ સેન્ટરના ઓઠા હેઠળ ચાલતા કૂટણખાના ઉપર દરોડો; ત્રણ ઝડપાયા

શહેરના બાલમુકુંદ સોસાયટીમાં હેલ્થ સેન્ટરની ઓથા હેઠળ ધમધમતા કુટણખાના પર એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટ ની ટીમે દરોડો પાડી ત્રણની ધરપકડ કરી હતી, જ્યારે સંચાલિકા ફરાર…

શહેરના બાલમુકુંદ સોસાયટીમાં હેલ્થ સેન્ટરની ઓથા હેઠળ ધમધમતા કુટણખાના પર એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટ ની ટીમે દરોડો પાડી ત્રણની ધરપકડ કરી હતી, જ્યારે સંચાલિકા ફરાર થઇ ગઇ છે.

શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર ચૈતન્ય મંડલીક, ડીસીપી (ક્રાઇમ) જગદીશ બાંગરવા અને એસીપી (ક્રાઇમ) ભરત બસીયાની સૂચના અને માર્ગદર્શન હેઠળ એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટના પીઆઈ કે.કે. ગોહિલની ટીમે આ ઓપરેશન પાર પાડ્યું હતું. બાલમુકુંદ સોસાયટીના મેઇન રોડ પર વજન વધારો-ઘટાડો બોર્ડ લગાવેલા મકાનમાં ’હેલ્થ સેન્ટર’ ની આડમાં અનૈતિક દેહવ્યાપારનો ધંધો ચાલી રહ્યો છે. દરોડા દરમિયાન પોલીસે ત્રણ મોબાઈલ સહિત કુલ રૂૂ. 17,000 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

આ દરોડામાં પોલીસે પભીબેન કારા કરમુર (રિસેપ્નિસ્ટ) અને ચિંતન ભાવેશ વાસજાળીયા (ગ્રાહક) ની ધરપકડ કરી યુનિ. પોલીસ સ્ટેશન ખાતે ધી ઈમોરલ ટ્રાફિક એક્ટ 3, 4, 5, 7 મુજબનો ગુનો દાખલ કર્યો છે. જ્યારે મુખ્ય સંચાલિકા ભાવનાબેન જોષી પોલીસ પકડથી દૂર હોય તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

આશ્ચર્યજનક બાબત એ છે કે હેલ્થ સેન્ટરની અંદર વજન ઘટાડવાની થેરાપીની તમામ મશીનરી માત્ર દેખાડા માટે ગોઠવવામાં આવી હતી જેથી કોઈને શંકા ન જાય, પરંતુ અંદર અસલમાં કુટણખાનું ચલાવવામાં આવતું હતું. એટલું જ નહીં, આ કૌભાંડની મુખ્ય સંચાલિકા ફરાર ભાવનાબેન જોષી શિક્ષિકા હોવાની પણ ચર્ચાઓ વ્યાપક બની છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *