શહેરનાં કરણપરા શેરી નં 3 મા આવેલા ગણેશ જવેલર્સ નામનાં મકાનમા દારૂની મહેફીલ ચાલતી હોવાની બાતમી મળતા એ ડીવીઝન પોલીસ મથકનાં સ્ટાફે દરોડો પાડી પાંચ શખ્સોને પીધેલી હાલતમા ઝડપી લીધા હતા. પીધેલાઓને બે બોટલ સાથે ઝડપી લેવામા આવ્યા હતા.
વધુ વિગતો મુજબ કરણપરા શેરી નં 3 ગણેશ જવેલર્સ નામનાં મકાનમા દારૂની મહેફીલ ચાલતી હોવાની બાતમી મળતા એ ડીવીઝન પોલીસ મથકનાં પીઆઇ બોરીસાગરની રાહબરીમા ડી સ્ટાફનાં સાગરભાઇ માવદીયા અને કરણભાઇ વીરસોડીયાએ દરોડો પાડી મહેફીલમા બેઠેલા ગણેશ પંચુગોપાલ અડક, રાજીબ નીમાયચંદ્ર બાર, રાજુ અચલ બાઉલદાસ , રાજેશ દીલીપ બાઉલદાસ અને અરુપ મોનાસા બાઉરી ને ઝડપી લઇ તેઓ પાસેથી દોઢસો મીલીનાં બે દારૂનાં ચપલા કબજે કર્યા હતા. તેમજ તમામનાં મેડીકલ ટેસ્ટ કરવામા આવ્યા હોવાનુ જાણવા મળી રહયુ છે.
