છેલ્લા 8 માસથી વોન્ટેડ રહિમ મકરાણીએ પાંચ રાજ્યોમાં આશરો મેળવ્યાનું ખુલ્યું
ગોંડલના ચકચારી અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં છેલ્લા 8 માસથી ફરાર સુત્રધાર રહીમ મકરાણીને રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે જૂનાગઢથી ઝડપી લીધો હતો. અમિત ખુંટ આપઘાત કેસનો મુખ્ય આરોપી રહીમ અબ્દુલભાઈ મકરાણી, જે છેલ્લા આઠ મહિનાથી ફરાર હતો અને કોર્ટ દ્વારા તેને ફરારી જાહેર કરાયો હતો. આ કેસમાં રીબડાના રાજદીપસિંહ જાડેજાને થોડા દિવસ પૂર્વે જ જામીન મળ્યા છે. છેલ્લા 8 માસથી ફરાર રહીમે અલગ અલગ પાંચ જેટલા રાજયોમાં આશરો મેળવ્યો હતો.
રીબડાના અમિત ખુંટ આપઘાત કેસમાં અમિતને હનિટ્રેપમાં ફસાવી કાવત્રાના ભાગરૂૂપે તેના વિરૂૂધ્ધ દૂષ્કર્મ અને પોકસો હેઠળ ફરિયાદ નોંધાવાઈ હતી. જેને કારણે અમિત ખુંટે રીબડામાં આવેલી પોતાની વાડીમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ કેસમાં તેના વિરૂૂધ્ધ દૂષ્કર્મની ફરિયાદ નોંધાવનાર સગીર વયની મોડલ અને તેની બહેનપણી અને બે એડવોકેટની પોલીસે ધરપડક કરી પુછપરછ કરતા ષડયંત્ર રચવામાં જેને પોલીસ અત્યાર સુધી એકસ તરીકે દર્શાવતી હતી તે જૂનાગઢના રહીમ મકરાણીનું નામ ખુલ્યું હતું.
યુવતી જૂનાગઢના રહીમ મકરાણી સાથે એક વર્ષથી પરિચયમાં હોય જેથી રહીમ મકરાણીએ જ લાલચ આપી દૂષ્કર્મની ફરિયાદ નોંધાવનાર સગીર વયની મોડલ અને તેની બહેનપણી પુજા ગોરને અમિત ખુંટને રેપના કેસમાં ફસાવવાનું કામ સોંપ્યું હતું. બદલામાં બંનેની લાઈફ સેટ કરી દેવા અને સારી નોકરી અપાવવાની અને મોટી રકમ પણ અપાવવાની ખાત્રી આપી હતી. એટલું જ નહીં બંનેને કપડા પણ લઈ આપ્યા હતા.જેથી સગીર વયની મોડલ અને તેની બહેનપણી પુજા ગોર અમિત ખુંટનો કાવત્રા મુજબ સોશિયલ મીડિયાથી સંપર્ક કર્યા બાદ મિત્રતા અને પ્રેમનું નાટક કરી આખરે તેના વિરૂૂૂધ્ધ એ-ડિવીઝન પોલીસ મથકમાં દૂષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. પરિણામે અમિત ખુંટે બદનામીના ડરથી આત્મહત્યા કરી લીધી હતી.
જે છેલ્લા 8 માસથી ફરાર હતો. રાજકોટ રેન્જ આઈ.જી. અશોક કુમાર યાદવ અને રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જરની સૂચનાથી નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશ અંતર્ગત એલસીબીના પી.આઈ. વી.વી. ઓડેદરાના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ ગમારાને ખાનગી રાહે બાતમી મળી હતી કે, અમિત ખૂંટ આત્મહત્યા કેસનો આરોપી રહીમ અબ્દુલભાઈ મકરાણી હાલ જૂનાગઢના દોલતપરા સ્થિત પોતાના ઘરે છુપાયેલો છે. આ બાતમીના આધારે એલસીબી ની ટીમે તાત્કાલિક જૂનાગઢ ખાતે દરોડો પાડી આરોપી રહીમ મકરાણીને ઝડપી લીધો હતો. પકડાયેલ આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (ઇગજ) ની કલમ 108 અને 61(2) મુજબ ગુનો નોંધાયેલો છે.
રહીમ મકરાણી છેલ્લા આઠ મહિનાથી પોલીસની પકડથી દૂર હતો. રાજકોટ ગ્રામ્ય કઈઇ એ આરોપીનો કબજો મેળવી આગળની કાયદેસરની કાર્યવાહી માટે તેને ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરી છે. ઝડપાયેલ આરોપીને આગળની કાર્યવાહી માટે જેતપુર ઙઈં એ.ડી. પરમારને સોંપવામાં આવ્યો છે આ સમગ્ર કામગીરીમાં એલસીબીના પી.આઈ. ઓડેદરા, પી.એસ.આઈ. ભીમાણી, ગોહિલ તથા અન્ય સ્ટાફના માણસો જોડાયા હતા.
