બગસરામાં હડકાયા કૂતરાનો આતંક, 10 લોકોને બચકાં ભર્યા

બગસરા શહેરના જીનપરા અને કુકાવાવ નાકા વિસ્તારમાં છેલ્લા બે દિવસથી એક હડકાયા કૂતરાએ ભારે આતંક મચાવ્યો છે. આ વિસ્તારમાં રખડતા આ પાગલ કૂતરાએ અત્યાર સુધીમાં…

બગસરા શહેરના જીનપરા અને કુકાવાવ નાકા વિસ્તારમાં છેલ્લા બે દિવસથી એક હડકાયા કૂતરાએ ભારે આતંક મચાવ્યો છે. આ વિસ્તારમાં રખડતા આ પાગલ કૂતરાએ અત્યાર સુધીમાં સાત માસૂમ બાળકો, બે પુરુષો અને એક મહિલા સહિત કુલ 10 વ્યક્તિઓને બચકાં ભરીને ઈજાગ્રસ્ત કર્યા છે. આ ગંભીર ઘટનાને પગલે સમગ્ર વિસ્તારના રહીશોમાં ભારે ભય અને ફફડાટનો માહોલ ફેલાઈ ગયો છે, જેના કારણે લોકોનું ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે.

આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં આવ્યા છે. કૂતરાના હુમલાનો ભોગ બનેલા તમામ 10 ઈજાગ્રસ્ત નાગરિકોને આરોગ્ય વિભાગ દ્વારા હડકવા વિરોધી રસી સહિતની જરૂૂરી અને સઘન સારવાર પૂરી પાડવામાં આવી છે.

તમામ ઈજાગ્રસ્તોને સમયસર તબીબી સહાય મળી ગઈ હોવાથી રાહત છે, પરંતુ હડકાયું કૂતરું હજુ પણ ખુલ્લેઆમ ફરતું હોવાથી લોકોમાં ડર યથાવત છે. આ વિસ્તારના સ્થાનિક રહીશોએ તંત્ર સમક્ષ ઉગ્ર રજૂઆત કરી છે કે આ ગંભીર બાબતે સત્વરે ધ્યાન આપવામાં આવે.

લોકોએ માંગ કરી છે કે વહીવટી તંત્ર દ્વારા આ હડકાયા કૂતરાને તાત્કાલિક પકડીને જરૂૂરી કાર્યવાહી કરવામાં આવે. જો સમયસર પગલાં લેવામાં નહીં આવે તો અન્ય કોઈ નિર્દોષ નાગરિક કે બાળક આ હડકાયા કૂતરાનો શિકાર બની શકે છે. તંત્ર વહેલી તકે કામગીરી કરે તેવી લોકમાંગ ઊઠી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *