મોરબીના ખાખરાળા ગામે GPSCની તૈયારી કરતા રબારી યુવાનની હત્યા

રાત્રે અજાણ્યા શખ્સોએ છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારતા સનસનાટી મોરબી જિલ્લાના ખાખરાળા ગામે ગત રાત્રે એક યુવાન વિદ્યાર્થીની અજાણ્યા શખ્સોએ છરીના ઘા ઝીંકી હત્યા…

રાત્રે અજાણ્યા શખ્સોએ છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારતા સનસનાટી

મોરબી જિલ્લાના ખાખરાળા ગામે ગત રાત્રે એક યુવાન વિદ્યાર્થીની અજાણ્યા શખ્સોએ છરીના ઘા ઝીંકી હત્યા કરી નાખતા ભારે સનસનાટી મચી જવા પામી છે. જીપીએસસીની તૈયારી કરતા આ યુવાનની હત્યા ગામમાં જ ચાલતી આંતરીક અદાવતમાં થયાનું જણાવાઇ રહ્યું છે. હત્યાના કારણ અને હત્યારાઓ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત વિગત અનુસાર મોરબીના ખાખરાળા ગામે રબારી વાસમાં આજે રાત્રીના સમયે કિશન જગદીશભાઈ કરોતરા ઉર્ફે કાનો નામના આશાસ્પદ યુવાનની છરીના ઘા ઝીંકીને હત્યા થઈ છે.

આ યુવાન 22 વર્ષનો હતો અને તે રાજકોટ બીએડનો અભ્યાસ કરી રહ્યો હતો. આ સાથે તે જીપીએસસીની તૈયારી કરતો હોવાનું જાણવા મળી રહ્યું છે.

યુવાન વેકેશન હોવાથી બે દિવસ પૂર્વે જ ગામમાં આવ્યો હતો. તેની હત્યા બાદ મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે. વધુમાં પોલીસ દ્વારા આગળની કાર્યવાહી શરૂૂ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *