આર.કે. આંગડિયા પેઢી કર્મચારી સાથે મળી રૂા.1.10 કરોડની ચોરીમાં સૂત્રધારની ધરપકડ

યાજ્ઞીક રોડ ઉપર મ્યુનિશીપલ કમિશ્નર બંગલાની સામે આવેલ આર.કે. એન્ટરપ્રાઈઝ નામની આંગળીયા પેઢીના કર્મચારી અનિકેત સુરેલા સાથે મળી કાવતરું રચી આંગડીયા પેઢીના કલેકશનના રૂૂ.1.10 કરોડ…

યાજ્ઞીક રોડ ઉપર મ્યુનિશીપલ કમિશ્નર બંગલાની સામે આવેલ આર.કે. એન્ટરપ્રાઈઝ નામની આંગળીયા પેઢીના કર્મચારી અનિકેત સુરેલા સાથે મળી કાવતરું રચી આંગડીયા પેઢીના કલેકશનના રૂૂ.1.10 કરોડ લઇ ફરાર થવાના મામલે 6 માસ પૂર્વેના બનાવમાં બે શખ્સોની ધરપકડ બાદ સુત્રધારને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધો હતો. આ ગુનામાં ફરાર સુત્રધારના ભાઈની શોધખોળ શરૂૂ કરી છે.

બનાવ અંગે યુની. રોડ પર જે.કે.ચોક પાસે આલાપ એવન્યુમાં રહેતા યતિનભાઈ બાબુભાઈ ચુડાસમા (ઉ.વ.37) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે કોઠારિયા રોડ ન્યુ કેદારનાથ સોસાયટી, શેરી નં.05, નંદા હોલ સામે રહેતા અનિકેત અરજણ સુરેલાનું નામ આપ્યું હતું.

યાજ્ઞીક રોડ, મ્યુનિશીપલ કમિશ્નર બંગલાની સામે આર.કે. એન્ટરપ્રાઈઝ નામથી આંગળીયા પેઢીમાં માસીક રૂૂ.12 હજારના પગારથી આરોપી અનીકેત સુરેલા 6 માસ પૂર્વે સોનીબજાર, પ્રાઈમ એન્ટરપ્રાઈઝ વાળા જીતેનભાઈ ઠક્કરનો રૂૂપીયા કલેકશન માટે ફોન આવતા ત્યાંથી તેઓનું એક્ટીવા લઇ ડી.કે. આંગળીયામાંથી રૂૂ.35 લાખ, એન.આર.એન્ટરપ્રાઈઝમાંથી રૂૂ.25 લાખ, કિર્તી અંભાલાલ પેઢીમાંથી રૂૂ.10 લાખ મળી કુલ રૂૂ.1.10 કરોડ લેવા ગયા બાદ ફરાર થઇ જતાં ફરિયાદ નોંધાવી હતી. જે મામલે ક્રાઈમ બ્રાન્ચ પીઆઇ એમ.આર. ગોંડલીયાની રાહબરીમાં પીએસઆઇ વનરાજસિંહ ડોડીયા અને ટીમે તપાસ આદરી આરોપી અનિકેત સુરેલાની ધરપકડ કરી હતી. તેમજ તેમની પૂછતાછમાં તેને છેતરપીંડીથી મેળવેલ રૂૂપિયા ગોપાલ નગરમાં રહેતાં ભાર્ગવ રૂૂપારકા નામના શખ્સને સાચવવા માટે આપ્યાની કબૂલાત આપતાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે ભાર્ગવ રૂૂપારકાને પણ દબોચી રૂૂ. 25.32 લાખની રોકડ રિકવર કરી હતી.

વધુમાં તપાસમાં ખુલ્યું હતું કે, જંગલેશ્વરમાં રહેતો જુગારી આશિષ બસીયા તેમજ તેના પિતરાઈ ભાઈ જયપાલ બસીયાએ તેના પર રહેલ દેણું ઉતારવા અનિકેત સાથે મળી પ્લાન કર્યો હતો પકડાયેલ બંને આરોપી અને આશિષ તેમજ જયપાલ પર ચારેય મિત્રો છે, અનિકેતે આશિષ બસિયાને રૂૂપિયા આપ્યા હતાં. જે બાદ આશીસે તે રોકડ ભાર્ગવના ઘરે મૂકી હતી. ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગોપાલનગરમાં રહેતાં ભાર્ગવના ઘરેથી રોકડ રૂૂ.25.32 લાખ રિકવર કર્યા છે. જ્યારે આશિષ બસીયા અને જયપાલ બસીયા ફરાર થઇ ગયા હતા જેમાં ક્રાઈમ બ્રાંચના પી.આઈ સી.જે.જાદવની ટીમે જયપાલ બસિયાની ધરપકડ કરી તેના ભાઈ આશિષ બસિયાની શોધખોળ આદરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *