ફરિયાદ અને સંકલન સમિતિની બેઠકમાં સાંસદ, ધારાસભ્યોના પ્રશ્ર્નો ઝડપથી ઉકેલવા અધિકારીઓને કલેકટરની તાકીદ
રાજકોટ જિલ્લાની નવેમ્બર માસની ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી. કલેકટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકના પ્રારંભે નિવાસી અધિક કલેકટર એ.કે.ગૌતમે ઉપસ્થિતોને આવકાર્યા હતા . આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, ધારાસભ્ય દર્શિતાબેન શાહ અને રમેશભાઈ ટીલાળા તથા સંસદસભ્ય રામભાઇ મોકરીયાએ રજૂ કરેલા પ્રશ્નો અંગે ઝડપી કાર્યવાહી કરવા કલેક્ટર એ સંબંધિત વિભાગના અધિકારીઓને આદેશ આપ્યા હતા.
આ બેઠકમાં યલો ફીવરની રસી ઉપલબ્ધ કરાવવા, શહેરમાં અશાંતધારાની મુદત વધારવા, લોકમેળાનું નવું સ્થાન નક્કી કરવા, જર્જરિત અને વણવપરાયેલી મિલકતોનો સર્વે કરવા, નવી આર.ટી.ઓ. ના બાંધકામની સ્થિતિ , માધાપર રોડ ઉપર સર્વિસ રોડની કામગીરીની પ્રગતિ, રાજકોટ-ભાવનગર રોડ ના સમારકામની સ્થિતિ, પરશુરામ મંદિર પાસે વન કવચ બનાવવા, રાજકોટ-જેતપુર હાઇવે પર બ્રિજ બનાવવાની કામગીરી ઝડપી બનાવવા, મતદાર યાદી ખાસ સુધારણા ઝુંબેશ (જઈંછ) વગેરે અંગે પ્રજાના પ્રતિનિધિઓએ પ્રશ્નો રજૂ કર્યા હતા, જે અંગે ઝડપી કાર્યવાહી નિયત સમયમાં કરવા કલેક્ટર એ ઉપસ્થિત અધિકારીઓને તાકીદ કરી હતી.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ, પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર, આસીસ્ટન્ટ કલેક્ટર મહેક જૈન, ડી.સી.પી. હેતલ પટેલ, નિવાસી અધિક કલેકટર એન. કે. મુછાર એ. કે. ગૌતમ અને ઇલાબેન ચૌહાણ, નાયબ વન સંરક્ષક યોગરાજસિંહ ઝાલા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એ.કે.વસ્તાણી, રૂૂડાના ચેરમેન ગૌતમ મિયાણી, નાયબ કલેક્ટર દિલીપસિંહ વાળા અને ઈશિતા મેર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઈલાબેન ગોહિલ, આયોજન અધિકારી નીતિન ટોપરાણી, જિલ્લા પુરવઠા અધિકારી આશિષ ઝાપડા, પ્રાંત અધિકારીઓ રાહુલ ગમારા, એન.એમ.તરખલા, ચાંદની પરમાર હ, વિમલ ચક્રવર્તી અને આર.આર.ખાંભરા સહિત ફરિયાદ અને સંકલન સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
વ્યાજબી ભાવની 3 નવી દુકાનો શરૂ થશે, 3 મર્જ કરવામાં આવશે
રાજકોટ શહેર તથા જિલ્લા ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની નવેમ્બર માસની આજે યોજાયેલી બેઠકમાં ગ્રામ્ય વિસ્તારોમાં ત્રણ નવી દુકાનો શરૂૂ કરવા તથા ત્રણ દુકાનોને મર્જ કરવા અંગે મંજૂરી આપવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર ઓમપ્રકાશની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં જસદણ તાલુકાના કનેસરા ગામે સામાન્ય કેટેગરીમાં તૃપ્તિબેન માલકીયાને, રૂૂપાવટી ગામમાં સામાન્ય કેટેગરીમાં તૃપ્તિબેન મહેતાને અને વાસાવડ ગામમાં સામાન્ય કેટેગરીમાં અંકિતાબેન પરમારને નવી વાજબી ભાવની દુકાનોની ફાળવણી કરવાનો નિર્ણય સર્વાનુમતે લેવામાં આવ્યો હતો. જ્યારે અન્ય ત્રણ દુકાનોને મર્જ કરવા અંગે પણ આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો.
