માધાપરના પરાસર પાર્ક-કૃષ્ણનગર વિસ્તારમાં અશાંતધારો લાગુ કરવા માગણી

રાજકોટના માધાપરમાં આવેલ પરાશર પાર્ક તથા કૃષ્ણનગરના લોકોએ કલેકટરને આવેદન આપી જણાવેલ છે કે પરાશર પાર્ક અને કૃષ્ણનગર એરિયાના ના તમામ રહીશો અમારા આ વિસ્તારમાં…

રાજકોટના માધાપરમાં આવેલ પરાશર પાર્ક તથા કૃષ્ણનગરના લોકોએ કલેકટરને આવેદન આપી જણાવેલ છે કે પરાશર પાર્ક અને કૃષ્ણનગર એરિયાના ના તમામ રહીશો અમારા આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી આનંદ અને શાંતિ પૂર્વક પરિવાર સાથે વસવાટ કરીએ છીએ. પરંતુ છેલ્લા 1-2 વર્ષથી અમારા આ વિસ્તારમાં મુસ્લિમ સમાજના લોકો મોટી માત્રામાં મિલકત ખરીદી કરી આ વિસ્તારમાં રહેવા માટે આવી રહયા છે.

અમારી આ વિસ્તાર હાલ શાંત અને સલામત વિસ્તાર તરીકે પ્રસ્થાપિત છે પરંતુ જો આવી રીતે આ ચોક્કસ સમુદાય ની વસ્તી આ વિસ્તારમાં દિવસે ને દિવસે વધતી રહેશે તો વિસ્તાર માં વર્ષોથી રહેતા હિન્દુ પરિવારોને આ વિસ્તાર માંથી હિજરત કરવાનો સમય આવતા વાર નહિ લાગે આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી અન્ય હિન્દુ વ્યક્તિઓના નામે મકાનની ખરીદી કર્યા બાદ એક ચોક્કસ સમયમાં તે મકાન મુસ્લિમ વ્યક્તિ ખરીદી કરી છે જે જાણી જોઈ ને કાવતરા રૂૂપી આ વિસ્તારનું વાતાવરણ તેમજ શાંતિ અને સલામતીને જોખમ ઉભું થાય એવું કાર્ય થઇ રહ્યું છે, જે તમે આ વિસ્તારના છેલ્લા 02 વર્ષ ના રહેણાક મકાનના દસ્તાવેજો ની યાદી પરથી જોઈ શકશો. સાહેબ જો આજ પ્રમાણે ની સ્થિતિ અવિરત રહેશે તો અમો તમામ રહીશોને કોમી તોફાનોનો તથા મિલકત ટ્રાન્સફરને કારણે શાંતિ અને સલામતી જોખમાય તેવો ચોક્કસથી ભય છે.

આ વિસ્તારમા થતી આ ચોકકસ સમુદાયની વસતી વધતા અટકાવવા આ વિસ્તારને અશાંતધારા કાયદા અંતર્ગત સમાવિષ્ટ કરવા માંગણી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *