વિઝાનો ઈન્કાર કરીને કતારે પાકિસ્તાનનું નાક કાપી લીધું

કતાર સરકારે પાકિસ્તાની નાગરિકો માટે વિઝા ઓન અરાઈવલ એટલે કે પહોંચવા પર મળતા વિઝાની સુવિધા અસ્થાયી રૂૂપે સ્થગિત કરી દીધી છે. આ પછી કતર જનારા…

કતાર સરકારે પાકિસ્તાની નાગરિકો માટે વિઝા ઓન અરાઈવલ એટલે કે પહોંચવા પર મળતા વિઝાની સુવિધા અસ્થાયી રૂૂપે સ્થગિત કરી દીધી છે. આ પછી કતર જનારા પાકિસ્તાનીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે. પાકિસ્તાની દૂતાવાસે મંગળવારે જાહેર કરેલી એક એડવાઈઝરીમાં જણાવ્યું છે કે, અગાઉથી વિઝા લીધા વગર આવતા પાકિસ્તાની મુસાફરોને ઇમિગ્રેશન કાઉન્ટર પર મુશ્કેલી પડશે, જેનાથી દેશમાં એન્ટ્રી લેવા માટે પણ મુશ્કેલી સર્જાઈ શકે છે.

કતરમાં સ્થિત પાકિસ્તાની દૂતાવાસ તરફથી સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે, ’પાકિસ્તાની નાગરિકોને સૂચિત કરવામાં આવે છે કે વર્તમાન પરિસ્થિતિના કારણે વિઝા ઓન અરાઈવલ સુવિધા અત્યારે ઉપલબ્ધ નથી. કતાર જનારા તમામ પાકિસ્તાની મુસાફરોએ યાત્રા પહેલા યોગ્ય વિઝા લેવા જરૂૂરી છે, જેથી કોઈ મુશ્કેલી ન થાય.’ દૂતાવાસે આગળ જણાવ્યું છે કે, કતાર જતા પહેલા વિઝા લેવા હવે અનિવાર્ય છે.

નવી ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે, જેમાં કતારમાં અત્યારે ચાલી રહેલી પરિસ્થિતિને કારણ ગણાવવામાં આવ્યું છે. પાકિસ્તાની મુસાફરોને અપીલ કરવામાં આવી છે કે તેઓ યાત્રાનું આયોજન કરતા પહેલા સત્તાવાર વેબસાઈટ અને ચેનલો પર અપડેટ ચેક કરે અને કતરી સત્તાવાળાઓ અથવા વિઝા કેન્દ્રનો સંપર્ક અવશ્ય કરે.પાકિસ્તાન જ્યારે આ પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યું છે, ત્યારે કતાર સાથે ભારતના સારા સંબંધોનું પરિણામ એ છે કે તેના માટે યુદ્ધ દરમિયાન પણ આ દેશ વિઝા ઓન અરાઈવલ આપી રહ્યો છે. 28 ફેબ્રુઆરી, 2026થી કતર સરકારે તમામ એન્ટ્રી વિઝા, જેનો સમય પૂરો થઈ રહ્યો હતો.

તેમને ઓટોમેટિક 30 દિવસ વધારી દીધા છે. આ તે લોકો માટે હતું જેઓ પહેલાથી જ કતરમાં ફસાયેલા હતા. નવા આવનારા ભારતીયો માટે ટઘઅની શરતો એટલે કે હોટલ બુકિંગ વગેરે બિલકુલ પહેલા જેવું જ રહેશે. જ્યારે પાકિસ્તાની નાગરિકો માટે ટઘઅ અસ્થાયી રૂૂપે રોકી દેવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *