સિવિલમાં કેન્સરની સારવાર કરાવવા આવેલા પ્રૌઢાની નજર સામે જ પર્સની ચોરી

રિક્ષામાં પર્સ મૂકી લઘુશંકા કરવા ગયા ને રિક્ષાચાલક ગઠીયો ઉઠાવી ગયો સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ગઠીયાઓનો ત્રાસ અવાર નવાર સામે આવતો રહે…

રિક્ષામાં પર્સ મૂકી લઘુશંકા કરવા ગયા ને રિક્ષાચાલક ગઠીયો ઉઠાવી ગયો

સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ગઠીયાઓનો ત્રાસ અવાર નવાર સામે આવતો રહે છે. સારવાર માટે આવતા દર્દીઓ અને દર્દીના પરિવારજનોના મોબાઇલ અને કિંમતી સામાનની ચોરીના બનાવો વધી રહ્યા છે. ત્યારે વધુ એક બનાવમાં સિવિલમાં કેન્સરની સારવાર કરાવવા આવેલા પ્રૌઢાની નજર સામે જ રિક્ષા ચાલક ગઠીયો તેનુ પર્સ તફડાવી ગયો હતો.

જાણવા મળતી વિગત મુજબ રૈયાધાર વિસ્તારમાં રહેતા પુરીબેન મંગાભાઇ ભાટી (ઉ.વ.65)નામના વૃધ્ધા આજે સવારે સિવિલ હોસ્પિટલમાં કિડની અને કેન્સરની સારવાર માટે આવ્યા હતા. દરમ્યાન સિવિલ હોસ્પિટલ કંપાઉન્ડમાં મેલડી માતાજીના મંદિર પાસે રીક્ષામાં બેઠા હતા. ત્યારે તેઓ તેમની પાસે રહેલુ પર્સ રીક્ષામાં મુકી લઘુશંકા કરવા જતા હતા. દરમ્યાન થોડે દુર જતા તેમની નજર સામે જ અન્ય રીક્ષા વાળો તેમનુ પર્સ તફડાવી નાશી છૂટ્યો હતો. આ પર્સમાં તેમનુ આધારકાર્ડ, આયુષ્યમાન કાર્ડ, મોબાઇલ, સિવિલના રીપોર્ટ માટેના રૂપિયા 150 અને એક્સરે પણ હતો. આમ સિવિલમાં અવાર નવાર દર્દીઓ અને તેમના પરિવારજનો ગઠીયાઓનો ભોગ બનતા હોય. જેથી સિવિલમાં સિક્યુરિટી કડક કરવા લોક માંગ ઉઠવા પામી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *