દિલ્હી બજેટ સત્ર દરમિયાન રાજ્યસભામાં પ્રભાવશાળી રજૂઆત, પારદર્શક અને જવાબદાર શાસન પર જનવિશ્વાસ બિલ ઉપર પોતાના વિચારો રજૂ કરતાં જણાવ્યું કે આ બિલ દેશના શાસનતંત્રમાં પારદર્શકતા, જવાબદારી અને વિશ્વાસ વધારવાનું મહત્વપૂર્ણ પગલું છે.કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલ આ બિલ સામાન્ય નાગરિકોને વધુ સશક્ત બનાવશે અને વ્યવસ્થામાંથી બિનજરૂૂરી કાનૂની જટિલતાઓ દૂર કરશે.
જનવિશ્વાસ બિલથી વેપારીઓ, ઉદ્યોગકારો તેમજ સામાન્ય જનતાને રાહત મળશે અને Ease of Doing Business માંવધુ સુધારો થશે.તેમણે ઉમેર્યું કે દેશના વિકાસ માટે કાયદાકીય પ્રક્રિયાઓ સરળ બનવી જરૂૂરી છે અને આ બિલ એ દિશામાં મહત્વપૂર્ણ સાબિત થશે. કેન્દ્ર સરકારના આ પ્રયાસને સંપૂર્ણ સમર્થન આપતાં કહ્યું કે આ બિલથી સરકાર અને જનતા વચ્ચે વિશ્વાસનો સેતુ મજબૂત બનશે સાથે જ તેમણે દેશના વિકાસ માટે વડાપ્રધાનના દૃષ્ટિકોણને પ્રશંસનીય ગણાવ્યો અને કહ્યું કે આવા સુધારાત્મક પગલાં ભારતને વૈશ્વિક સ્તરે વધુ મજબૂત બનાવશે. અંતમાં રામભાઈ મોકરીયાએ તમામ સભ્યોને આ બિલને સમર્થન આપવા અપીલ કરી અને જણાવ્યું કે જનહિતમાં લેવાયેલો આ નિર્ણય દેશને નવી ઊંચાઈઓ સુધી લઈ જશે.
