જમ્મુ-કાશ્મીર પોલીસનું મોટું ઓપરેશન; શ્રીનગરમાંથી 2 પાકિસ્તાની સહિત 5 આતંકીઓની ધરપકડ

  જમ્મુ અને કાશ્મીર પોલીસે લશ્કર-એ-તૈયબાના પાંચ આતંકવાદીઓની ધરપકડ કરી છે. લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા એક આંતરરાજ્ય આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ થયો છે. ધરપકડ કરાયેલા 5 આતંકીઓમાં…

 

જમ્મુ અને કાશ્મીર પોલીસે લશ્કર-એ-તૈયબાના પાંચ આતંકવાદીઓની ધરપકડ કરી છે. લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા એક આંતરરાજ્ય આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ થયો છે. ધરપકડ કરાયેલા 5 આતંકીઓમાં બે પાકિસ્તાની નાગરિકો છે. જેમાં એક લશ્કર-એ-તૈયબાનો ખૂંખાર આતંકી અબદુલ્લા ઉર્ફે અબૂ હુરેરા પણ સામેલ છે.પોલીસ અબૂ હુરેરાને 16 વર્ષથી શોધી રહી હતી.

ધરપકડ કરાયેલા આતંકવાદીઓ પાસેથી શસ્ત્રો અને અન્ય સાધનોનો મોટો જથ્થો મળી આવ્યો હતો. જોકે પોલીસે હજુ સુધી તેની સત્તાવાર પુષ્ટિ કરી નથી, હાલમાં પાકિસ્તાની આતંકવાદીઓ અને બે સ્થાનિક લોકો: શાઝિયા, શ્રીનગરના બટવારા વિસ્તારમાં રહેતી એક યુવતી અને અબ્દુલ ખાલીક નામના અન્ય વ્યક્તિ વચ્ચેના કથિત સંબંધોની સંપૂર્ણ તપાસ ચાલી રહી છે.

હુરૈરા અને ઉસ્માન બંને વોન્ટેડ આતંકવાદી છે, બને પર ₹12 લાખનું ઇનામ છે. તેમના ત્રણ સ્થાનિક સાથીઓની ઓળખ મોહમ્મદ નકીબ ભટ, આદિલ રશીદ ભટ અને ગુલામ મોહમ્મદ મીર (ઉર્ફે મામા) તરીકે કરવામાં આવી છે. વિવિધ સમયે અને શ્રીનગર સહિત કાશ્મીર ખીણના વિવિધ વિસ્તારોમાં – ધરપકડ કરાયેલા પાકિસ્તાની આતંકવાદીઓએ 40 થી વધુ વિદેશી આતંકવાદીઓની કામગીરીની કમાન સંભાળી હતી. આ બે આતંકવાદીઓ કાશ્મીરમાં લશ્કર-એ-તૈયબાના ઓપરેશનને અસરકારક રીતે કમાન્ડ કરી રહ્યા હતા. ચાલુ તપાસમાં બહાર આવ્યું છે કે એક વિદેશી આતંકવાદી બનાવટી દસ્તાવેજો અને નકલી પાસપોર્ટનો ઉપયોગ કરીને દેશમાંથી ભાગી જવામાં સફળ રહ્યો હતો.

પ્રાપ્ત માહિતી પ્રમાણે જમ્મુ-કાશ્મીર પોલીસે એક સુનિયોજિત ઓપરેશન હેઠળ રાજસ્થાન અને હરિયાણા સહિત અનેક રાજ્યોમાં 19 સ્થળોએ એક સાથે દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન પોલીસે મોડ્યુલ સાથે સંબંધિત ઘણા વાંધાજનક અને મહત્વપૂર્ણ પુરાવા પણ રિકવર કર્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હુરૈરા અને ઉસ્માન કાશ્મીર સહિત દેશના વિવિધ ભાગોમાં શ્રેણીબદ્ધ આતંકવાદી હુમલાઓનું કાવતરું ઘડી રહ્યા હતા.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *