સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અવાર નવાર વિવાદો માં આવતી હોય છે જ્યારે બે દિવસ પેલા કેટલીક પીડિત વિધાર્થીનીઓ દ્વારા તેના પ્રોફેસર સંજય પંડ્યા દ્વારા હેરેસ્ટમેન્ટ અને ભેદભાવ થતો હોય તેવી ફરિયાદ મહિલા આયોગ માં કરવામાં આવી છે તે ખૂબ ગંભીર બાબત છે શિક્ષણ ધામ માં આવા ગંભીર ઘટનાઓ બનતી હોય જે સમગ્ર માનવ સમાજ માટે શર્મનાક છે. જેથી અમે માંગ કરીએ છીએ કે આ વિદ્યાર્થીનીઓને ન્યાય આપવામાં આવે અન્યથા ગુજરાત એનએસયુઆઇ દ્વારા આવનારા દિવસો માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ઘેરાવ કરી ઉગ્રથી ઉગ્ર વિરોધ પ્રદશન કરવામાં આવશે. તેમ કુલપતિને પાઠવે આવેદનમાં ચિમકી ઉચ્ચારવામાં આવી છે. (તસવીર: મુકેશ રાઠોડ)
–
