રાજયસભામાં ઝીરો અવર્સ દરમ્યાન સાંસદ શકિતસિંહ ગોહીલે સુરતની શિવશકિત માર્કેટનો મુદો ઉઠાવી ભોગ બનનાર વેપારીઓને નેશનલ ડિઝાસ્ટર ફંડમાંથી વળતર આપવા માંગણી કરી હતી.
સુરતમાં શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટમાં આગ ફાટી નીકળી હતી, જેમાં 900 દુકાનો નાશ પામી હતી પરંતુ તેમને કોઈ વળતર મળ્યું નથી. આવી સ્થિતિમાં તે દુકાનદારોને નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફંડમાંથી વળતર મળવું જોઈએ. ત્યાં બપોરે 1:30 કલાકે આગ લાગી હતી.ફાયર બ્રિગેડે આગ ઓલવી અને કહ્યું કે બધું કાબૂમાં છે, જ્યારે ધુમાડો વધી રહ્યો હતો. મતલબ કે બેદરકારી દાખવવામાં આવી હતી. પરિણામ એ આવ્યું કે રાત્રે 1 વાગ્યે ફરીથી આગ ફાટી નીકળી અને બધું જ ખાક થઈ ગયું. જ્યારે મેં ફાયર બ્રિગેડ વિભાગના અધિકારી સાથે વાત કરી તો તેમણે કહ્યું કે અમારી પાસે આવા અકસ્માતો માટે ખાસ કેમિકલનો સ્ટોક નથી, જેનો ઉપયોગ આગ ઓલવવા માટે પાણીમાં ભેળવીને કરવામાં આવે છે.
સુરત જેવા શહેર પ્રત્યે આવી બેદરકારી યોગ્ય નથી.મારી માંગ છે કે સુરત શહેરના વેપારીઓની ચિંતાઓ પર ધ્યાન આપવામાં આવે અને તેમને વળતર આપવામાં આવે.