રેલવેએ ઓપરેશન શરૂ કરતા દબાણકારોએ ઝૂંપડા સળગાવ્યા

રાજકોટનાં લક્ષ્મીનગર નાલા પાસે 350 ઝુંપડા હટાવવા સવારથી રેલવેનું ઓપરેશન રાજકોટના જંગલેશ્વરમાં મેગા ડિમોલિશન બાદ રેલવે વિભાગ દ્વારા રાજકોટમાં બીજું મોટું ડીમોલીશન હાથ ધરવામાં આવ્યું…

રાજકોટનાં લક્ષ્મીનગર નાલા પાસે 350 ઝુંપડા હટાવવા સવારથી રેલવેનું ઓપરેશન

રાજકોટના જંગલેશ્વરમાં મેગા ડિમોલિશન બાદ રેલવે વિભાગ દ્વારા રાજકોટમાં બીજું મોટું ડીમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું. રાજકોટના ભક્તિનગર રેલ્વે સ્ટેશન પાસે સીડીએસ બીપીન રાવત અન્ડર બ્રિજ ઉપરના 3પ0 ઝૂંપડાંઓનું આજે પોલીસ બંદોબસ્ત હેઠળ ડિમોલિશન કરવામાં આવ્યું હતું. ડિમોલિશન વખતે 7 જેટલા દબાણકારોએ ઝુપડામાં આગ લગાવી ભયનો માહોલ ઉભો કરવાની કોશિશ કરી હતી. 7 જેટલા ઝુપડામાં આગ લગતા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી અને રાજકોટના ચાર ફાયર ફાઈટરોએ આગ મોટું સ્વરૂૂપ ધારણ કરે તે પૂર્વે આગ બુઝાવી નાખી હતી. પોલીસે દબાણકાર ઝુપડા ધારકોને બળ પ્રયોગ કરી હાંકી કાઢ્યા હતા.

રાજકોટના ભક્તિનગર રેલ્વે સ્ટેશન પાસે સીડીએસ બીપીન રાવત અન્ડરબ્રિજ ઉપર છેલ્લા ઘણાં સમયથી રેલ્વેની આ જગ્યા પર 350 જેટલા ઝુપડા બાંધી જમીન ઉપર દબાણ કર્યું હોય રેલ્વે દ્વારા આજે ડિમોલિશન માટેની પ્રક્રિયા થઈ રહી છે. જે સંદર્ભે નોટીસો પણ આપવામાં આવી હતી. છેલ્લી નોટીસ ગઈ તા.11મી ફેબુ્રઆરીએ આપવામાં આવી હતી. તે પહેલાં પણ નોટીસો આપવામાં આવી હતી.

આખરે આજે ડિમોલિશન કરવાનો તંત્રએ નિર્ણય લીધો છે.આજે સવારે 7 વાગ્યાથી 350 ઝુપડાની ડિમોલિશન કામગીરી શરૂૂ કરવામાં આવી હતી. આ ડિમોલિશન કામગીરી વખતે રેલ્વે પોલીસ સાથે આરપીએફ, માલવિયાનગર પોલીસ અને ક્રાઈમ બ્રાંચનો સ્ટાફ પણ હાજર રહ્યો હતો. આ 350 ઝૂંપડપટ્ટીના ડિમોલિશનથી રેલ્વે તંત્રની અંદાજે પાંચેક એકર જમીન ખુલ્લી થઇ હતી. જેની ઉપર છેલ્લા ઘણાં સમયથી દબાણ હતું. ભક્તિનગર રેલ્વે સ્ટેશનને આધૂનિક બનાવવાનો પ્રોજેકટ છે. જેના ભાગરૂૂપે આ ડિમોલિશન કરવામાં આવ્યું હતું. તે પહેલાં ભક્તિનગર રેલ્વે સ્ટેશન નજીક જ ર0થી વધુ ઝુંપડાઓનું ડિમોલિશન થઈ ચૂકયું છે.

આજે ડિમોલિશન કામગીરી વખતે 7 જેટલા ઝુપડા ધારકોએ પોતની જાતે ઝુપડા ખાલી કર્યા બાદ તેમાં આગ લગાવી દીધી હતી. અને તંત્ર ઉપર દબાણ લાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ત્યાં હાજર પોલીસ અને આરપીએફના સ્ટાફે આગ લગાવનાર ઝુપડા ધારકોને બળ પ્રયોગ કરી ત્યાંથી દુર કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *