વારાણસીમાં એન.એસ યુ.આઈ.ના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉપર થયેલ લાઠી ચાર્જનો રાજકોટમાં વિરોધ,10 કાર્યકરોની અટકાયત

ભાજપ સરકાર દ્વારા વરુણ ચૌધરી ઉપર ખોટી રીતે એફઆઇઆર કર્યાનો આક્ષેપ એન.એસ.યુ.આઈના રાષ્ટ્રીય અધ્યક્ષ વરુણ ચૌધરી ઉપર વારાણસીમાં થયેલ લાઠીચાર્જ બાબતે રાજકોટ એન.એસ.યુ. આઈ દ્વારા…

ભાજપ સરકાર દ્વારા વરુણ ચૌધરી ઉપર ખોટી રીતે એફઆઇઆર કર્યાનો આક્ષેપ

એન.એસ.યુ.આઈના રાષ્ટ્રીય અધ્યક્ષ વરુણ ચૌધરી ઉપર વારાણસીમાં થયેલ લાઠીચાર્જ બાબતે રાજકોટ એન.એસ.યુ. આઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં એન.એસ.યુ.આઈના 10 જેટલા કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. વારાણસીમાં બનેલી ઘટનાનો એન.એસ.યુ.આઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.એન.એસ.યુ.આઈના રાષ્ટ્રીય અધ્યક્ષ વરુણ ચૌધરી મનરેગા સંબંધિત મુદ્દે શાંતિપૂર્ણ રીતે કરવામાં આવેલા લોકશાહી હકના પ્રદર્શન દરમિયાન પોલીસ દ્વારા કરવામાં આવેલ બર્બર અને નિંદનીય લાઠીચાર્જ તથા કાર્યવાહી સામે એન.એસ.યુ.આઈ કડક શબ્દોમાં વિરોધ વ્યક્ત કર્યો હતો. આ ઘટનાના વિરોધ સ્વરૂૂપે આજે એન.એસ.યુ.આઈ દ્વારા ગુજરાતભરના તમામ જિલ્લા શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું જેમાં રાજકોટ ખાતે વિરોધ પ્રદર્શનમાં જિલ્લા એન.એસ.યુ.આઈ પ્રમુખ ગૌરવ ખીમસુરીયા.

રાજકોટ શહેર એનએસયુઆઈ પ્રમુખ બ્રિજરાજસિંહ રાણાની આગેવાની હેઠળ રાજકોટ શહેર અને જિલ્લાના એન.એસ.યુ.આઈ કાર્યકરો અને વિદ્યાર્થી દ્વારા વિરોધ પ્રદર્શન વખતે 10 કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. એન.એસ.યુ.આઈના આગેવાને આ બાબતે જણાવ્યું કે, લોકશાહીમાં અવાજ ઉઠાવવો એ ગુનો નથી, પરંતુ જનતાના હક માટે અવાજ ઉઠાવનારાઓ પર દમન કરવું એ સત્તાનો દુરુપયોગ છે. પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહી સંપૂર્ણપણે અસંવિધાનિક અને અલોકશાહી છે, જેની એન.એસ.યુ.આઈ સખત નિંદા કરી હતી. એન એસ.યુ.આઈના નેતાએ જણાવ્યું કે, જ્યાં સુધી વિદ્યાર્થીઓ, મજૂરો અને સામાન્ય જનતાના હકોનું રક્ષણ નહીં થાય ત્યાં સુધી સંગઠન શાંતિપૂર્ણ અને લોકશાહી માર્ગે પોતાનો અવાજ ઉઠવાતા રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *