જામનગરની નંદધામ સોસાયટીના કોમન પ્લોટમાં ગેરકાયદેસર બાંધકામ કરી તેમાંથી ભાડુ ઉઘરાવવાતું હોવા બાબતે આજે ફરી એક વખત આશ્ચર્યજનક કાર્યક્રમ હેઠળ રેલી કાઢી કમિશ્નરને આવેદનપત્ર પાઠવી દબાણકારો સામે પગલા લેવાની માંગ કરી હતી. આ સમયે રેંકડી સાથે ઘંટનાદ કરવામાં આવ્યો હતો.
જામનગરમાં પ્રણામી સ્કૂલ સામે ના વિસ્તારમાં નંદધામ સોસાયટી ના કોમન પ્લોટમાં ગેરકાયદે દબાણ કરી બાંધકામ કરી લેવાયું છે. અને તેના ભાડાની રકમના ઉઘરાણા કરવામાં આવે છે. આ મુદ્દે સોસાયટીના વકીલ પ્રતિક જોષીની આગેવાનીમાં અગાઉ પણ રજૂઆતો કરવામાં આવી હતી. છતાં કોઈ પગલા લેવાયા નથી. આથી આજે સોસાયટીના રહીશોને સાથે રાખીને રેંકડી અને ઘંટનાદ સાથે રજૂઆતો માટે મહાનગરપાલિકા કચેરીમાં પહોંચ્યા હતાં અને નિયમ મુજબ પગલા લેવા માંગણી કરી છે.
