જામનગરની નંદધામ સોસાયટી ના કોમન પ્લોટ માં ગેરકાયદે રીતે રહેણાંક અને કોમર્શિયલ બાંધકામ કરી ભાડા ની કમાણી કરવામાં આવે છે. આ બાબતે કડક પગલાં લઈ ગેરકાયદે બાંધકામ દૂર કરવા ની માંગ સાથે આજે કમિશનર કચેરી માં સ્થાનિક રહીશો દ્વારા આવેદનપત્ર પાઠવાયું હતું.
એડવોકેટ પ્રતીક રણજીતભાઈ જોષી ની આગેવાની માં આજે નંદધામ સોસાયટીના રહેવાસીઓએ મહાનગરપાલિકા માં કમિશનર કચેરી માં આવેદનપત્ર પાઠવાયું હતું, જેમાં એવી રજૂઆત કરવામાં આવી છે કે, આ સોસાયટીના કોમન પ્લોટમાં અમુક લોકો દ્વારા ગેરકાયદે દબાણ કરવામાં આવ્યું હતું.
મહાનગરપાલિકા એ જે-તે સમયે મહેન્દ્ર ગોરધનભાઈ જાદવ, પરબતભાઈ જેઠાભાઈ, ધમાભાઈ સોનગરા, કારાભાઈ પૂંજાભાઈ અસ્વાર, સુનિલ ઓડીચ, રમેશભાઈ કનખરા, દિપેશભાઈ કનખરાને કારણદર્શક નોટીસ આપી હતી. આજે પણ કોમનપ્લોટમાં દબાણ યથાવત્ છે. અને તેના ભાડા ઉઘરાવાઈ રહ્યા છે. મહાનગરપાલિકા દ્વારા આજ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જો આ બાંધકામ દૂર કરવામાં નહીં આવે તો સોસાયટીના રહીશો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરાશે તેવી પણ ચિમકી આપવામાં આવી છે.
