જામનગરમાં મુખ્યમંત્રીનો વિરોધ, શહેર કોંગી પ્રમુખ સહિત 20ની અટકાયત

જામનગર શહેરમાં આજે મુખ્યમંત્રી નો પ્રવાસ કાર્યક્રમ યોજાયો હતો. જો કે તેઓ સ્થળ પર પહોંચી શક્યા ન હતા, અને વર્ચ્યુઅલ કાર્યક્રમ યોજાયો હતો. દરમિયાન જામનગર…

જામનગર શહેરમાં આજે મુખ્યમંત્રી નો પ્રવાસ કાર્યક્રમ યોજાયો હતો. જો કે તેઓ સ્થળ પર પહોંચી શક્યા ન હતા, અને વર્ચ્યુઅલ કાર્યક્રમ યોજાયો હતો. દરમિયાન જામનગર શહેર યુવક કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા ની રાહબરી હેઠળ કોંગી કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.

જામનગરમાં ડી.કે.વી. સર્કલ પાસે વિવેકાનંદજીની પ્રતિમા નજીક કોંગ્રેસના કાર્યકર્તાઓ પોતાના હાથમાં બેનર પોસ્ટર લઈને એકત્ર થયા હતા, અને ખાસ કરીને ગેસ ના મુદ્દે જામનગર શહેરની પ્રજા પરેશાન થઈ રહી છે, તે મુદ્દો આગળ ધરીને સરકારની ઝાટકણી કાઢી હતી, અને ટાઉનહોલ તરફ પ્રયાણ કરે તે પહેલા પોલીસ દ્વારા 20 કોંગી કાર્યકર્તાઓની અટકાયત કરી લઈ પોલીસની બસમાં બેસાડી દેવાયા હતા. જે તમામ કાર્યકરોને પોલીસ હેડ ક્વાર્ટર માં લઈ જવાયા હતા, જોકે પાછળથી તમામને મુક્ત કરી દેવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *