રાજ્યમાં હાલમાં ઠંડીની અસર વર્તાઈ રહેલ હોય ઠંડીથી બચવા રક્ષણાત્મક પગલા લેવા જરૂૂરી છે. જે માટે રાજકોટ મહાનગરપાલિકા, આરોગ્ય વિભાગ દ્વારા જાહેર જનતાને નીચે મુજબની બાબતો ધ્યાને લેવા માટે આરોગ્ય સલાહ આપવામાં આવે છે.
અતિશય ઠંડી (શીત લહેર)ના સમયે આટલું અવશ્ય કરો : જો જરૂૂરી ન હોય તો ઠંડીમાં બહાર જવાનું ટાળો (ખાસ કરીને વૃદ્ધો અને બાળકો). પુરતા ગરમ કપડાં પહેરો. હાથ-મોજા, પગરખાં, મોજાં, ટોપી અથવા મફલરનો ઉપયોગ કરો. આંખોને ઠંડીથી બચાવવા માટે બહાર નીકળતી વખતે ચશ્માનો ઉપયોગ કરો. રૂૂમને ગરમ રાખવા માટે ઘરમાં હીટર, બ્લોઅર વગેરેનો ઉપયોગ કરતી વખતે સાવધાની અને તકેદારી રાખવી શક્ય તેટલું ગરમ અને નવશેકું પાણી પીવો. ઠંડો ખોરાક ખાવાનું અને ઠંડા – પીણા પીવાના ટાળો શરીરની રોગપ્રતિકારક શક્તિ જાળવી રાખવા માટે પુરતા પ્રમાણમાં પૌષ્ટિક ખોરાક લો અને વિટામિન-સીથી ભરપુર ફળો અને શાકભાજી ખાઓ અને વધુ કેલરીવાળા ખોરાકનું સેવન કરો. બાળકોને ઠંડીથી બચાવવા માટેની સલાહ : ઠંડીમાં બાળકોનું ખાસ ધ્યાન રાખો, બાળકને ઠંડી હવાથી બચાવો અને લાંબા સમય સુધી ઠંડીમાં ન રહેવા દો.
બાળકોના માથા, ગળા, છાતી અને હાથ-પગને સારી રીતે ઢાંકીને રાખો. બાળકોને એક થી વધારે ગરમ કપડાં પહેરાવો, તેનાથી તેઓ ગરમ રહેશે. બાળકોનું શરીરનું તાપમાન તપાસતા રહો. ઉપરોક્ત બાબતો સિવાય અતિશય ઠંડી જેને ઠંડીનું મોજું કે શીત લહેર કહેવામાં આવે છે ત્યારે સામાન્ય જનતાને નીચે મુજબની બાબતો પર ખાસ ધ્યાનમાં લેવા માટે જણાવવામાં આવે છે.
સ્થાનિક હવામાનની આગાહી માટે રેડિયો, ટીવી અને અખવારો જેવા તમામ માધ્યમો દ્વારા આપવામાં આવેલી માહિતીને અનુસરો આવશ્યક ખાદ્ય ચીજવસ્તુઓ, પાણી, બળતણ, બેટરી ચાર્જર ઈમરજન્સી લાઈટ અને જરૂૂરી દવાઓ કટોકટી માટે તૈયાર રાખો સહિતની સૂચના આપવામાં આવી છે.
. શીતલહેર સંપર્કને કારણે હિમ લાગવાથી ચામડીનું સુજવું (Frostbite) અને હાયપોથર્મિયા રોગ હોઈ શકે છે. હિમ લાગવાથી ચામડીનું સુજવું (Frostbite)નાં કારણે શરીરના અંગો, આંગળીઓ અને અંગૂઠા સુન્ન થઈ જાય છે, નાક અને કાનની ચામડીનો રંગ સફેદ કે પીળો થઈ જાય છે, જો આવા લક્ષણો જોવા મળે, તો તરત જ ડોક્ટરની સલાહ લો. હાયપોથર્મિયાના લક્ષણો જેવા કે શરીરનું તાપમાન સામાન્ય કરતા ઓછું થવું, ધ્રુજારી કે કંપારી જે બંધ ન થવી, યાદશક્તિ ગુમાવવી, મુર્છા અથવા બેભાન થવું, અસ્પષ્ટ વાણી થવી વગેરે લક્ષણો જોવા મળે તેવા કિસ્સામાં, તાત્કાલિક નજીકના શહેરી પ્રાથમીક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરો. શીતલહેર સંબંધિત ફોરકાસ્ટીંગ અને પ્રાથમિક સારવાર વિશે વધુ માહિતી માટે ભારતીય હવામાન વિભાગ તરફથી ઉપલબ્ધ https://mausam.imd.gov.in/ ઉપયોગમાં લઈ શકાય છે.
