વડોદરા બાર એસોસિએશનના પ્રમુખ હસમુખભાઈ ભટ્ટ દ્વારા બાર કાઉન્સિલને વડોદરા AIBEની પરીક્ષા કેન્દ્ર આપવા માટે રજૂઆત કરાઈ હતી. તેમણે જણાવેલું કે આજુ બાજુ ભરૂૂચ જિલ્લો, નર્મદા જિલ્લો, છોટાઉદેપુર જિલ્લો, ગોધરા જિલ્લો, દાહોદ જિલ્લો, આણંદ જીલ્લો, અને વડોદરા શહેર જિલ્લામાં ‘એકઝામ કેન્દ્ર’ ન હોય. જેથી નવા વકીલોને પરીક્ષા આપવા માટે અમદાવાદ જવું પડે છે અને તે માટે પરીક્ષા કેન્દ્ર આપવા બી.સી.આઈ.ના મેમ્બર દિલીપ પટેલ દ્વારા રજૂઆત કરાઈ હતી.
આજરોજ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની જનરલ બોર્ડની મીટીંગ મળેલ હતી. તેમાં વડોદરાની રજૂઆત ધ્યાને લેવા પ્રમુખ તથા બાર કાઉન્સિલના મેમ્બર નિમિષાબેન ધોત્રે નર્મદા જિલ્લાના બી.સી.જી. મેમ્બર વંદનાબેન દ્વારા દિલીપભાઈને રજૂઆત કરાઈ હતી.
આ રજૂઆત ઘ્યાને લઈને બી.સી.આઈ. ના જનરલ બોર્ડમાં આ પ્રશ્ન મુકતા દિલીપ પટેલ દ્વારા વડોદરા AIBEની એક્ઝામ માટે આપવા ધારદાર રજૂઆત કરતા ચેરમેન મનનકુમાર મિશ્રાએ વડોદરાને AIBEનું પરીક્ષા કેન્દ્ર આપવા માટે મંજૂરી આપેલ હતી. જેથી આજુબાજુના તમામ જિલ્લાના વકીલ મંડળોમાં ખુશીની લાગણી ઉભી થયેલ છે.
