મહાદેવ એપના ડિરેક્ટરોની દુબઇ-દિલ્હીમાં 1700 કરોડની સંપત્તિ જપ્ત

દુબઇના બુર્જ ખલીફામાં આલિશાન ફલેટ, દુબઇ હિલ્સ એસ્ટેટમાં કરોડોના વિલા સહિત કુલ 18 મિલકતો, દિલ્હીમાં પણ બે પ્રોપર્ટી ટાંચમાં લેતું ઇડી ભારતમાં ક્રિકેટ સટ્ટાનું મોટુ…

દુબઇના બુર્જ ખલીફામાં આલિશાન ફલેટ, દુબઇ હિલ્સ એસ્ટેટમાં કરોડોના વિલા સહિત કુલ 18 મિલકતો, દિલ્હીમાં પણ બે પ્રોપર્ટી ટાંચમાં લેતું ઇડી

ભારતમાં ક્રિકેટ સટ્ટાનું મોટુ નેટવર્ક ચલાવતા મહાદેવ ઓનલાઇન બુક બેટીંગ એપના ડિરેકટરોની દિલ્હી અને દુબઇ સ્થિત મિલકતો ઉપર ઇડીએ સિકંજો કસ્યો છે અને દુબઇમાં 18 અને દિલ્હીમાં બે મળી કુલ રૂા.1800 કરોડની મિલકતો જપ્ત કરી લેતા સટોડીયાઓમાં ખળભળાટ મચી જવા પામેલ છે.

ઈડીની રાયપુર ઝોનલ ઑફિસ દ્વારા પચ્ચીસમી માર્ચના રોજ બહાર પાડવામાં આવેલી સત્તાવાર અખબારી યાદી મુજબ, આ જપ્ત કરાયેલી મિલકતોમાં દુબઈમાં આવેલી અઢાર અને નવી દિલ્હીની બે મિલકતોનો સમાવેશ થાય છે.

દુબઈની મિલકતોમાં વિશ્વની સૌથી ઊંચી ઇમારત બુર્જ ખલીફા ખાતેનો આલીશાન ફ્લેટ, દુબઈ હિલ્સ એસ્ટેટના મોંઘા વિલા, બિઝનેસ બે વિસ્તારમાં આવેલી પ્રોપર્ટી અને એસએલએસ હોટેલ એન્ડ રેસિડન્સિસના હાઇ-એન્ડ એપાર્ટમેન્ટ્સ સામેલ છે. તપાસમાં ખૂલ્યું છે કે આ તમામ સંપત્તિઓ મહાદેવ એપના મુખ્ય સૂત્રધાર સૌરભ ચંદ્રાકર અને તેના નજીકના સાગરિતોના નામે ખરીદવામાં આવી હતી. ગેરકાયદેસર સટ્ટાબાજીમાંથી કમાયેલા કરોડો રૂૂપિયા હવાલા નેટવર્ક, ક્રિપ્ટોકરન્સી અને અન્ય જટિલ નાણાકીય માર્ગો દ્વારા યુએઈમાં પહોંચાડવામાં આવ્યા હતા. નોંધનીય છે કે, આ મેગા કૌભાંડમાં ઈડી અત્યાર સુધીમાં એકસો પંચોતેર સ્થળોએ દરોડા પાડી ચૂકી છે અને તેર લોકોની ધરપકડ સાથે કુલ તેતાલીસ સો છત્રીસ કરોડ રૂૂપિયાની સંપત્તિ ફ્રીઝ કરી ચૂકી છે.

ઇડી અધિકારીઓએ જણાવ્યું કે, આ તમામ સંપત્તિઓ મહાદેવ ઓનલાઈન બુક અને અન્ય ગેરકાયદેસર બેટિંગ પ્લેટફોર્મ્સમાંથી મેળવેલા અપરાધના પ્રોસીડ્સ (પ્રોસીડ્સ ઓફ ક્રાઈમ)થી ખરીદવામાં આવી હતી. આ જપ્તી ઙયિદયક્ષશિંજ્ઞક્ષ જ્ઞર ખજ્ઞક્ષયુ કફીક્ષમયશિક્ષલ અભિં (ઙખકઅ) હેઠળ કરવામાં આવી છે. આ સાથે કુલ જપ્તી, સીઝર અને ફ્રીઝિંગની રકમ ₹4336 કરોડ સુધી પહોંચી છે.

તપાસમાં બહાર આવ્યું છે કે, છત્તીસગઢના ભિલાઈના સૌરભ ચંદ્રકર અને રવિ ઉપ્પલ મુખ્ય પ્રમોટર તરીકે દુબઈથી આ ગેરકાયદેસર બેટિંગ સિન્ડિકેટ ચલાવતા હતા. આ એપ પર પોકર, કાર્ડ ગેમ્સ, વર્ચ્યુઅલ ક્રિકેટ, ફૂટબોલ, તીન પત્તી, ડ્રેગન ટાઈગર જેવી રમતો અને ભારતીય ચૂંટણીઓ પર પણ બેટિંગ થતી હતી. આ સિન્ડિકેટે ₹5000 કરોડથી વધુની અનધિકૃત કમાણી કરી હોવાનો આક્ષેપ છે.

ફંડ્સને ફેક આઈડેન્ટિટી, શેલ કંપનીઓ, હવાલા અને ક્રિપ્ટોકરન્સી દ્વારા વિદેશમાં ટ્રાન્સફર કરીને લક્ઝરી સંપત્તિઓમાં રોકાણ કરવામાં આવ્યું હતું. ભારતમાં ‘પેનલ્સ’ અથવા ‘બ્રાન્ચીસ’ના નેટવર્ક દ્વારા આ કાર્યવાહી ચલાવવામાં આવતી હતી, જેમાં પ્રમોટર્સ 70-75% નફો રાખતા હતા.

ઇડીએ અત્યાર સુધીમાં 175થી વધુ સ્થળોએ તલાશી લીધી છે, 13 વ્યક્તિઓની અટકાયત કરી છે અને 74 વ્યક્તિઓને આરોપી બનાવીને રાયપુર કોર્ટમાં પાંચ પ્રોસિક્યુશન કમ્પ્લેઈન્ટ દાખલ કરી છે. રવિ ઉપ્પલને ડિસેમ્બર 2023માં દુબઈ પોલીસે અટકાયતમાં લીધો હતો, પરંતુ તે ભાગી છૂટ્યો હતો. ઇડીએ તેના એક્સ્ટ્રાડિશનની માંગ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *