ભાવનગર મહુવા ટ્રેનને બાઢડા સ્ટોપ આપવા રજૂઆત

સાવરકુંડલાના જાગૃત નાગરિક મધુભાઈ નરસિંહભાઈ ગજેરા એ ડિવિઝનલ મેનેજર રેલવે ભાવનગર અને સાંસદ અમરેલી અને સાવરકુંડલાના ધારાસભ્યને પત્ર લખી રજૂઆત કરી હતી કે ભાવનગર-મહુવા સવારે…

સાવરકુંડલાના જાગૃત નાગરિક મધુભાઈ નરસિંહભાઈ ગજેરા એ ડિવિઝનલ મેનેજર રેલવે ભાવનગર અને સાંસદ અમરેલી અને સાવરકુંડલાના ધારાસભ્યને પત્ર લખી રજૂઆત કરી હતી કે ભાવનગર-મહુવા સવારે 9-00 ટ્રેઈન નં. 19205 તથા મહુવા-ભાવનગર ગાડી નં. 19206 બાઢડા ગામમાં સ્ટોપ આપવાથી આજુબાજુ ના ગામો સુરજવડી, વિજયાનગર, રામગઢ, જાબાળ, અભરામપરા, કૃષ્ણગઢ, સાકરપરા, મીતીયાળા જેવા ગામો સરળતાથી પોતાના ગામ જવા માટે બાઢડાથી સીધી સુવિધા મળી શકે.આ ટ્રેન બાઢડા સ્ટોપ આપવાથી બાઢડા ગામની 5000 (પાંચ હજાર) વસ્તી તેમજ આજુબાજુના 8 ગામોની 15,000 (પંદર હજાર) થી વધુ વસ્તીને સુવિધા મળી શકે તેમ છે. હાલ બાઢડાની ભાગોળેથી ટ્રેન પસાર થતી હોવા છતાં એક પણ ટ્રેનનો સ્ટોપ નથી તો આ બાબતે વહેલી તકે ઘટતું કરવા વિનંતી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *