ધોરાજીના દાતારવાડીથી મોટી પરબડી જતો રસ્તો મેટલ રોડ બનાવવા રજૂઆત

ધોરાજીના દાતારવાડીથી મોટી પરબડી જતો રસ્તો ગ્રામીણ સડક યોજના-કૃષિ સડક યોજના હેઠળ મેટલ રોડ બનાવવાની માંગણી ઉઠાવી વિઠ્ઠલભાઇ હિરપરા તેમજ ખેડૂત ખાતેદારોએ આ અંગે ધોરાજી…

ધોરાજીના દાતારવાડીથી મોટી પરબડી જતો રસ્તો ગ્રામીણ સડક યોજના-કૃષિ સડક યોજના હેઠળ મેટલ રોડ બનાવવાની માંગણી ઉઠાવી વિઠ્ઠલભાઇ હિરપરા તેમજ ખેડૂત ખાતેદારોએ આ અંગે ધોરાજી તાલુકા મામલતદારને આવેદન સુપ્રત કરી રજૂઆત કરી છે.

આ અંગે તેઓએ જણાવેલ હતું કે ગુજરાત સરકારની ગ્રામીણ સડક યોજના કૃષિ સડક યોજના હેઠળ ધોરાજી શહેરમાં દાતારવાડીથી રેલવે ફાટક નં. 66-સી1-ઇથી મોટી પરબડી ગામે જતો રસ્તો ગોંડલ સ્ટેટના વખતથી આશરે એક સાંકળ એટલે કે 33 ફૂટની પહોળાઇનો આવેલ છે જે મામલતદાર કચેરીના રેવન્યુ રેકર્ડમાં પણ દર્શાવેલ છે.

આ રાજમાર્ગ આજે ઘણાં જ વર્ષોથી રીપેરીંગના અભાવે બિલકુલ જર્જરીત હાલતમાં ફેરવાય ગયેલ છે તેમજ કાદવ-કિચડથી ખદબદે છે તેમજ આ રસ્તાની બન્ને સાઇડમાં ઝાડી-ઝાંખરા ઉગી નીકળેલા છે તેના કારણે આ રસ્તો બીલકુલ સાંકળો થઈ ગયેલ છે.

કિચડથી ખદબદે છે તેમજ આ રસ્તાની બન્ને સાઇડમાં ઝાડી-ઝાંખરા ઉગી નીકળેલા છે તેના કારણે આ રસ્તો બીલકુલ સાંકળો થઇ ગયેલ છે. આજે બળદ ગાડાથી થતી ખેતી વાડીના કામકાજ હવે થતાં નથી તેના બદલે આધુનિક યાંત્રિક સાધનોથી ખેડ-વાવણી અને કાપણી થાય છે, યાંત્રિક વાહનો જે અવરજવરમાં તેમજ ખેત ઉત્પાદનની જણસીના વહનમાં પણ મોટી સાઇઝના યાંત્રિક વાહનોને પણ ભારે અચડણ થાય છે અને એક બીજા વાહનોને માર્ગ આપી શકતા નથી. ત્યારે આ પ્રશ્નને તત્કાલ પગલા લેવા તેઓએ માંગણી ઉઠાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *