કચ્છના પૂર્વ કલેક્ટર પ્રદિપ શર્માએ સંજય શાહને ફાળવેલી 5.92 કરોડની મિલકત કબજે લેવાઈ

ઇડી અમદાવાદના અધિકારીઓએ ભુજ જમીન કૌભાંડ કેસમાં મોટી કાર્યવાહી કરી છે. ઇડી દ્વારા નિવૃત્ત આઇએએસ અધિકારી પ્રદીપ શર્મા અને વેપારી સંજય શાહ તથા તેના મળતીયા…

ઇડી અમદાવાદના અધિકારીઓએ ભુજ જમીન કૌભાંડ કેસમાં મોટી કાર્યવાહી કરી છે. ઇડી દ્વારા નિવૃત્ત આઇએએસ અધિકારી પ્રદીપ શર્મા અને વેપારી સંજય શાહ તથા તેના મળતીયા સામે ચાલી રહેલા કેસમાં રૂૂપિયા 5.92 કરોડ રૂૂપિયાની મિલકતો ટાંચમાં લીધી છે .આ મિલકતોમાં પ્લોટનો પણ સમાવેશ થાય છે મનિ લોન્ડરિંગ એક્ટ અંતર્ગત કાર્યવાહી શરૂૂ કરવામાં આવી છે.

ઇડી દ્વારા જમીન કૌભાંડ કેશની તપાસ શરૂૂ કરવામાં આવી છે. આ પ્રકરણની ફરિયાદ સીઆઇડી ક્રાઇમમાં નોંધાઇ હતી. ઇડીની તપાસમાં ખુલ્યુ છે કે જ્યારે પ્રદીપ શર્મા કચ્છના કલેક્ટર હતા. ત્યારે તેમણે મહેસુલી અધિકારીઓની સાથે મળી કિંમતી સરકારી જમીનની ખોટી રીતે ફાળવણી કરવામાં ભાગ લીધો હતો.

ઇડીએ તપાસમાં નોંધ્યુ છે કે શર્માએ કલેકટર તરીકે પોતાની સત્તાનો દુરુપયોગ કરીને સરકારના ઠરાવોની અવગણ કરીને સંજય શાહ તથા તેમના માણસોને જમીન ફાળવી આપી હતી. જેમાં તેમને સરકારને આર્થિક નુકસાન કરાવ્યું હતું. ઊઉએ 25 એપ્રિલ, 2025ના રોજ પ્રોવિઝનલ એટેચમેન્ટ ઓર્ડર બહાર પાડીને કુલ રૂૂ. 5.92 કરોડની મિલકત જપ્ત કરી છે. અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે ઇડીના અધિકારીઓને તપાસમાં ઘણી વિગતો મળી છે. જેને આધારે આગામી દિવસોમાં વધુ મિલકતો જપ્ત કરવામાં આવે અને વધુ ધરપકડ થાય તેવી સંભાવના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *