ત્રણ પાર્કિંગ માટે મોદી સ્કૂલે અને સ્વામિનારાયણ ગુરુકુળે ભરેલા ટેન્ડર રદ, અધિકારીઓને ટેન્ડર નહીં સ્વીકારવા તાકીદ
મહાનગરપાલિકા દ્વારા અમુક કામોમાં આડકતરી રીતે પ્રાઇવેટ કંપનીઓ અને સંસ્થાઓને લાભ ખટાવવામાં આવતો હોય છે. જેમાં ફરી એક વખત આ પ્રકારનું કારસ્તાન આજની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ખુલ્લી પડ્યુ હતું. લોકોની પાર્કિંગ સમસ્યા હલ કરવામાં માટે મનપા દ્વારા અલગ અલગ સ્થળે પે એન્ડ પાર્કિંગની વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે.
પરંતુ ખાનગી સ્કૂલના સંચાલકોની નજર આ સ્થળો ઉપર પડી જતા પાછલા દરવાજેથી પે એન્ડ પાર્કિંગના ટેન્ડર ભરી સ્થળ હથીયાવવાનો પ્રયાસ કરવામાં આવેલ જેમાં એક સ્કૂલ દ્વારા તેની આજુ બાજુના ત્રણ પે એન્ડ પાર્કિંગ માટે ભાવ ભરી સ્ટેન્ડિંગમાં રજૂ કમિટીએ આ જગ્યાઓ શહેરીજનો માટે ફાળવવામાં આવેલ છે. તેમ કહી ટેન્ડર દર કરી દરખાસ્ત નામંજૂર કરવામાં આવી હતી. મહાનગરપાલિકા દ્વારા થોડા સમય પહેલા શહેરના અલગ અલગ સ્થળો પર પે એન્ડ પાર્કિંગ માટે 29 સ્થળોની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરેલ તમામ જગ્યા માટે મુદ્દત પૂર્ણ થયા બાદ દરખાસ્ત તૈયાર કરવામાં આવેલ જે પૈકી 3 ખાનગી શાળાઓ દ્વારા સ્કૂલની બાજુમાં આવેલ પે એન્ડ પાર્કિંગ પ્લોટનો વિદ્યાર્થીઓના વાહનો રાખવા માટે ઉપયોગ કરવો છે.
તેમ કહી ટેન્ડર ભરવામાં આવેલ. પરંતુ સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોએ અભ્યાસ કરતા મામલુ પડેલ કે, ખાનગી શાળઓએ તેમના સ્ટાફ અને વિદ્યાર્થીઓ માટે વાહન પાર્કિંગ વ્યવસ્થા પોતની સંકૂલમાં અથવા પોતાની પ્રોપટીમાં કરવાની હોય છે. તેના માટે લોકોનુ પાર્કિંગ છીનવી શકાતુ નથી અલગ અલગ પાર્કિંગ માટે આવેલ દરખસ્ત પૈકી સ્વામીનારાયણ ગુરુકુળ દ્વારા શાસ્ત્રી ધર્મજીવનદાસ આંખની હોસ્પિટલની બાજુમાં રેલવે ઓવરબ્રિજ નીચેનો ભાગ માંગવામાં આવેલ તથા પી.વી.મોદી ચેરીટેલ ટ્રસ્ટ દ્વારા બે સ્થળ જેમાં રૈયા ચોકડીથી નાણાવટી ચોક તરફનો આથમણી બાજુએ (વેસ્ટ)બ્રિજ નીચેનો ભાગ, ઇન્દિરા સર્કલથી રૈગા ટેલીફોન તરફનો ઉગમણી બાજુએ (ઇસ્ટ)બ્રિજ નીચેનો ભાગ સહિત ત્રણ સ્થળ માંગવામાં આવેલ જે હાલ નામંજૂર કરાયા છે.
છતા ઉપરોકત વિષયે આ બાબતે મ્યુનિ.કમિશનર દ્વારા આખરી નિર્ણય લેવામા આવે તેવુ લાગી રહ્યુ છે.
અન્યના નામે પાર્કિંગ રાખી શાળાઓ અને કંપનીઓને ભાડેથી આપવાના ગોરખધંધા
મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આજરોજ રજૂ થયેલ દરખાસ્ત પૈકી પે એન્ડ પાર્કિંગની જગ્યા ખાનગી શાળાઓને આપવાની દરખાસ્ત નામંજૂર કરવામાં આવી હતી. રાજકોટ શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી શહેરીજનોના વાહન પાર્ક કરવા માટે ફાળવવામાં આવેલ પે એન્ડ પાર્કિંગની જગ્યાનો ઉપયોગ ખાનગી કંપનીઓ તેમજ હોટલો તેમજ શાળાઓ દ્વારા ઉપયોગમાં લેવાતી હોવાનુ ચર્ચા રહ્યુ છે. તાજેતરમાં કાલાવડ રોડ ઉપર એક બાઇકના શો રૂમ દ્વારા બાજુમાં આવેલ પે એન્ડ પાર્કિંગ ભાડેથી લઇ નવા બાઇકનો ગોડાઉન બનાવી દીધેલ જેની ફરિયાદો આવતા અંતે તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટર પાસેથી પે એન્ડ પાર્કિંગનુ કામ પરત લઇ લેવામાં આવ્યુ હતું. હાલમાં પણ શહેરના અનેક રાજમાર્ગો પર આવતા ઓવરબ્રિજની નીચે ખ્યાતનામ રેસટોરન્ટો તેમજ અમૂક કંપનીઓના ગ્રાહકો માટે પે એન્ડ પાર્કિંગની જગ્યાઓ ઉપયોગ કરવામાં આવતો હોવાનુ જાણવા મળેલ છે. તેવી જ રીતે અનેક રેસ્ટોરન્ટ તેમજ ખાનગી કંપનીઓએ અન્યના નામે પાર્કિંગનુ ટેન્ડર ભરી પોતાના ગ્રાહકોના વાહનો રાખવા માટે ઉપયોગ થતો હોવાનુ પણ ચર્ચાઇ રહ્યુ છે. આથી તંત્ર દ્વારા આગામી દિવસોમાં આ મુદ્દે કયા પ્રકારના પગલા લેવાઇ તે તરફ સૌથી મીટ મંડાઇ છે.
