તળાજાથી સુરત જતી ખાનગી બસ અગનગોળામાં ફેરવાઇ, સામાન ખાખ

  ભાવનગર જિલ્લાના તળાજા નજીક ત્રાપજ થી લઈ સાંખડાસર સુધીનો નેશનલ હાઇવે માર્ગ પર વારંવાર ગોઝારા અકસ્માત બને છે.જેમાં ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર ના…

 

ભાવનગર જિલ્લાના તળાજા નજીક ત્રાપજ થી લઈ સાંખડાસર સુધીનો નેશનલ હાઇવે માર્ગ પર વારંવાર ગોઝારા અકસ્માત બને છે.જેમાં ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર ના ધારડી ગામના પાટિયા પાસે તળાજા થી સુરત જતી ચાલુ લકઝરી બસ સાંજના 6.30 વાગ્યા ના અરસામાં સળગી ઉઠી હતી.જેને લઈ અંદર બેસેલ મુસાફરો માંડ માંડ જીવ બચાવી ભાગ્ય હતા.કિંમતી સામાન સહિત ની વસ્તુઓ આગમાં ભડથું થઈ ગઈહતી.

ઠળિયા ગામના લઘરાભાઈ વાલાભાઈ બોળીયા ની માલિકી ની હરે ગોપાલ ટ્રાવેલ્સની લકઝરી બસ નં.જીજ 03 બીટી -5006 ના ચાલક અરવિંદ ભીખાભાઈ સાખત એ જણાવ્યું હતુ કે તળાજા થી ઉપડી અહીં પહોંચતા અચાનક સ્ટીયરીંગ નીચેના વાયરીંગ મા આગ લાગી નુ જણાતા બસને સાઈડમાં લીધીહતી.જોકે ચાલક બસ ને સાઈડ માં લઇ ને કઈ સમજે તે પહેલાજ આગ વધુ ફેલાઈ હતી.જેને લઈ અંદર બેસેલ છ જેટલા મુસાફરો સુરત લઈ જવાના હતા તેઓને તાત્કાલિક ઉતારી લેવામાં આવ્યા હતા.હજુ કઈ સમજાય તે પહેલાજ બસ ની અંદર બહાર આગ અગન ગોળામાંફેરવાઈ ગઈ હતી.જેને લઈ મુસાફરો નો અને સુરત લઈ જવાનો સામાન કાઢી શકાયો ન હતો.તળાજા અને અલંગ ફાયર ની ટીમોએ આગપર કાબુ મેળવવા પ્રયાસ કર્યા હતા.

જોકે આગ ની લપેટ મા બસનું લોખંડ માત્ર બચ્યું હતું.બનાવ ના પગલે થોડીવાર માટે નેશનલ હાઇવે પર અફરા તફરી નો માહોલ છવાઈ ગયો હતો. બસ ની અંદર તેલ ના ડબ્બા કે અન્ય કોઈ જ્વલનશીલ પદાર્થ હોય તો તે ફાટવાનો ભય સતાવી રહ્યો હતો. નેશનલ હાઇવે પર વાહનો ની કતાર થઈ ગઈ હતી.જેને પગલે ફાયર ફાઈટર ને આવવું થોડું મુશ્કેલ થઈ પડ્યું હતું. અલંગ પો.સ.ઇ વાઢેર સહિત નો પોલીસ કાફલો તાબડતોબ દોડી આવ્યો હોય ટ્રાફિક નિયમન થઈ શકેલ. મામલતદાર જાની, નાયબ મામલતદાર સહિત પ્રસાશન દોડી આવેલ.ડ્રાઇવર કેબીન માંથી શોટસર્કિટ ના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ નીકળ્યું છે.

 

 

 

 

 

 

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *