મૂળીના ખંપાળિયામાં થયેલી હત્યામાં સજા ભોગવતા કેદીનું સુરેન્દ્રનગરની જેલમાં મોત

મૂળી તાલુકાનાં ખંપાળીયા ગામે રહેતા અને ખેતી કરી જીવન ગુજારતા 32 વર્ષના મહેશભાઇ જીવણભાઇ બાવળીયાને ગામના જ જેન્તિ ઉર્ફે ભુયડી ભાવુભાઇ બાવળીયાની પત્નિ સાથે આડા…


મૂળી તાલુકાનાં ખંપાળીયા ગામે રહેતા અને ખેતી કરી જીવન ગુજારતા 32 વર્ષના મહેશભાઇ જીવણભાઇ બાવળીયાને ગામના જ જેન્તિ ઉર્ફે ભુયડી ભાવુભાઇ બાવળીયાની પત્નિ સાથે આડા સંબધો હોવાની શંકાનાં આધારે જેન્તિ બાવળીયાએ તેની પત્ની પાસે જ મહેશને તા. 3-5-2024ની શુક્રવારની મોડી રાત્રે ફોન કરી તારું કામ છે તેમ કહી બોલાવી જેન્તિનાં પિતા ભાવુભાઇ મોહનભાઇ બાવળીયા અને કૌટુબિંક ભાઇ ગોપાલભાઇ જગાભાઇ બાવળીયાએ એક સંપ કરી ધારીયા અને પાઇપ લઇ મહેશભાઇ પર તૂટી પડી ઢોર માર મારી ઇજાઓ પહોંચાડી હતી. મૃતક મહેશ અને જેન્તિની પત્નિ કેટલાક સમયથી ફોન પર વાતો કરતા હોવાથી રાત્રે બાર વાગ્યા બાદ મહેશને તેની પત્નિ પાસે ફોન કરી બોલાવી કાસળ કાઢ્યાનું ચર્ચાઇ રહ્યું છે.


કારણ કે જો બન્ને વચ્ચે સંબંધ હોય તો મહેશ મોડી રાત્રે એકલો આરોપી જેન્તિની વાડી જાય નહીં. આ બનાવમાં મોબાઇલ તેમજ બાઇકમાં તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હતું. ઇજાગ્રસ્ત મહેશને તાત્કાલિક પ્રથમ મૂળી સરકારી હોસ્પિટલ અને બાદમાં ત્યાંથી સુરેન્દ્રનગર લઇ જતા હતા. ત્યાં ડોક્ટરે મહેશ બાવળીયાને મૃત જાહેર કરતા 3 પુત્રી, 1 પુત્રે પિતાની છત્રછાયા ગુમાવી હતી. આ હત્યાના બનાવમાં પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જેમાં ભાવુભાઇ મોહનભાઇ બાવળીયા સુરેન્દ્રનગરની જેલમાં સજા ભોગવતા હતા.પરંતુ તા. 10-11-2024ની રાત્રે ભાવુભાઈનું મોત થયું હતું.


તેમના મૃતદેહને સુરેન્દ્રનગર બાદ પીએમ માટે રાજકોટ લઇ જવાયા હતા. આ અંગે જેલર કે.વી.ગઢવીએ જણાવ્યું કે, આ કેદી અગાઉ બિમાર હતા અને લકવાની અસર હતી. તેમની સારવાર ચાલુ હતી. આ ઉપરાંત તેમને લો બીપીની તકલીફ હતી. આથી બિમારીના કારણે તેમનું મોત થયું છે. તેમ છતા તેમના મૃતદેહને ફોરેન્સિક તપાસ માટે રાજકોટ લઇ જવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *