આયુષ્માન ભારત યોજનામાં મોટા ફેરફારની તૈયારી! 112 બીમારીઓની સારવાર સરકારી હોસ્પિટલમાં જ થશે!

આયુષ્માન ભારત યોજના હેઠળ કેન્દ્ર સરકાર મોટો ફેરફાર કરવાની તૈયારી કરી રહી છે. હવે યોજનામાં સમાવિષ્ટ 112 બીમારીઓની સારવાર અને ઓપરેશન ખાનગી હોસ્પિટલોમાં નહીં, પરંતુ…

આયુષ્માન ભારત યોજના હેઠળ કેન્દ્ર સરકાર મોટો ફેરફાર કરવાની તૈયારી કરી રહી છે. હવે યોજનામાં સમાવિષ્ટ 112 બીમારીઓની સારવાર અને ઓપરેશન ખાનગી હોસ્પિટલોમાં નહીં, પરંતુ સરકારી હોસ્પિટલોમાં જ કરાવવાની દિશામાં કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. 1 ડિસેમ્બરથી નવી યાદી લાગુ કરવાની તૈયારી છે.

રાષ્ટ્રીય સ્વાસ્થ્ય ઓથોરિટી દ્વારા અગાઉ 23 સારવાર પેકેજ સરકારી હોસ્પિટલો માટે આરક્ષિત કરવામાં આવ્યા હતા. હવે વધુ 89 પેકેજનો તેમાં સમાવેશ કરવાની તૈયારી છે. આ અંગે તમામ રાજ્યોને સૂચનાઓ પણ મોકલવામાં આવી છે. જોકે, કયા પેકેજ ખાનગી હોસ્પિટલોમાંથી હટાવવા તેનો અંતિમ નિર્ણય રાજ્ય સરકારો લઈ શકશે.

આ 112 પેકેજોમાં ડે કેર સારવાર, શસ્ત્રક્રિયા (ઓપરેશન) અને અન્ય લાંબી બિમારીઓની સારવાર સામેલ છે. જેમાં હાઈ રિસ્ક ડિલિવરી, આલ્કોહોલ લીવર ડિસીઝ, ગંભીર એનિમીયા (લોહીની ઊણપ), પેન્ક્રિયાટાઈટિસ, મેલેરિયા, ચિકનગુનિયા, ઝાડા-ઉલટી (ડાયરિયા), બાયોપ્સી, સિસ્ટ, ફિસ્ટુલા, ગર્ભાશયનું ઓપરેશન (હિસ્ટ્રેક્ટમી), મોતિયાબિંદ, માનસિક વિકાર (મેન્ટલ ડિસઓર્ડર), ચિંતા (એન્ઝાઈટી), હાડકાનું ફ્રેક્ચર અને ઈએનટી લગતી સારવારોનો મુખ્યત્ત્વે સમાવેશ થાય છે.

સરકારના આ નિર્ણય પાછળ ખાનગી હોસ્પિટલો પર થતો ખર્ચ ઘટાડવા અને સરકારી આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવવાનો હેતુ હોવાનું માનવામાં આવે છે. જોકે, આ ફેરફારનો અમલ કેવી રીતે થશે અને દર્દીઓને તેનો કેટલો લાભ મળશે તે જોવું મહત્વપૂર્ણ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *