રંગમતી ડેમના પાટિયા બદલવાની કામગીરીથી પાણી લાખોટા તળાવમાં છોડવા તંત્રની તૈયારી

જામનગર ના રણમલ તળાવ માં પાણી લાવતી કેનાલ ની હાલમાં સઘન સફાઈ કામગીરી કરવામાં આવી રહી છે. અને આગામી માસે ડેમ માંથી પાણી છોડવા માં…

જામનગર ના રણમલ તળાવ માં પાણી લાવતી કેનાલ ની હાલમાં સઘન સફાઈ કામગીરી કરવામાં આવી રહી છે. અને આગામી માસે ડેમ માંથી પાણી છોડવા માં આવનાર છે. જેના કારણે ભર ઉનાળે અને વગર વરસાદે તળાવ પાણી થી લબાલબ થઈ જશે.જામનગર ની મધ્યમાં આવેલ તળાવમાં હાલ પાણી નું સ્તર ઘટી રહ્યું છે. પરંતુ રંગમતિ ડેમ ના દરવાજા બદલવા, અને રીપેર કરવા ની કામગીરી કરવામાં આવનાર હોવા થી આ ડેમ માંથી પાણી ખાલી કરવામાં આવનાર છે. આથી તેનું પાણી નદી અને દરિયા માં વહી જાય અને કિંમતી પાણી નો જથ્થો વેડફાય તે પહેલાં મહાનગરપાલિકાએ આ પાણી નો સદ્ઉપયોગ કરવાનો બુદ્ધિપૂર્વક નો નિર્ણય કર્યો છે. અને તે પાણી કેનાલ માં ઠાલવવામાં આવશે, અને કેનાલ વાટે પાણી શહેર ની મધ્ય માં આવેલ તળાવ માં ઠલવાશે.જેથી આગામી માસે તળાવ માં મબલક પાણી ની આવક થશે, અને તળાવ ના તળિયા દેખાવા ના સમયે પાણી થી છલોછલ ભરેલું હોય તેવા દૃશ્યો જોવા મળશે. જેથી તળાવ ની આજુબાજુના વિસ્તાર ના પાણી ના તળ ઊંચા આવશે, અને બોર-ડંકી દ્વારા લોકો ને સતત પાણી મળતું રહેશે.આ કારણોસર હાલ તળાવમાં પાણી લાવતી કેનાલની સફાઈ કામગીરી મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. આમ બે સરકારી વિભાગ વચ્ચે થયેલા સંકલન ના કારણે આવકાર દાયક નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી નગર ના કેટલાક લોકો ને પાણી સમસ્યા માં અમુક અંશે રાહત મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *