અધિકારીરાજ ખતમ કરવા કાયદાઓમાં મોટા સુધારાની તૈયારી

કેન્દ્ર સરકારના ‘ડિરેગ્યુલેશન સેલ’ની સૂચના મુજબ જૂન સુધીમાં પ્રક્રિયા પૂર્ણ કરવાનું લક્ષ્ય; કેબિનેટમાં પ્રેઝન્ટેશન રજૂ કરાયું વ્યાપાર-ઉદ્યોગક્ષેત્ર માટે સાનુકૂળ વાતાવરણ ઉભું કરવા ઉદ્યોગ-શિક્ષણ-મહેસૂલ-ઉર્જા- શહેરીવિકાસ વિભાગ…

કેન્દ્ર સરકારના ‘ડિરેગ્યુલેશન સેલ’ની સૂચના મુજબ જૂન સુધીમાં પ્રક્રિયા પૂર્ણ કરવાનું લક્ષ્ય; કેબિનેટમાં પ્રેઝન્ટેશન રજૂ કરાયું

વ્યાપાર-ઉદ્યોગક્ષેત્ર માટે સાનુકૂળ વાતાવરણ ઉભું કરવા ઉદ્યોગ-શિક્ષણ-મહેસૂલ-ઉર્જા- શહેરીવિકાસ વિભાગ ઉપર ધ્યાન કેન્દ્રીત

જીઆઇડીસીમાં શ્રમિકો માટે આવાસ યોજનાઓને મંજૂરી અપાશે, વેચાણ- ટ્રાન્સફર પ્રક્રિયા સરળ બનાવાશે, ખાનગી શાખાઓ માટે પણ અનેક છૂટછાટો

ગુજરાતમાં વ્યાપાર-ઉદ્યોગક્ષેત્ર માટે સાનુકુળ વાતાવરણ પુરૂ પાડવા કાયદાકીય આંટીઘુંટીઓ દુર કરી નિયમો સરળ બનાવવાના ચાલી રહેલ અભિયાન અંતર્ગત અધિકારી રાજ નાબુદ કરવા માટે આગામી દિવસોમાં અનેક કાયદાઓનું સરળીકરણ કરવામાં આવનાર છે તેમજ બિનજરૂરી નિયમો પણ દુર કરવામાં આવનાર છે.
કેન્દ્ર સરકારના ’ડિરેગ્યુલેશન સેલ’ની સૂચના મુજબ, રાજ્ય સરકારે વિવિધ વિભાગોમાં વહીવટી પ્રક્રિયાઓ અને કાયદાકીય પાલનનો બોજ ઘટાડવાનો નિર્ણય લીધો છે. બુધવારે મળેલી કેબિનેટ બેઠકમાં આ અંગે એક વિસ્તૃત પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું.

આ સુધારાઓ અંતર્ગત મુખ્યત્વે ઉદ્યોગ, શિક્ષણ, ઊર્જા, મહેસૂલ અને શહેરી વિકાસ જેવા મહત્વના વિભાગોમાં ફેરફાર કરવામાં આવશે. ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા અનુસાર, કેટલાક ફેરફારો એપ્રિલ મહિના સુધીમાં અમલી બનશે, જ્યારે સમગ્ર પ્રક્રિયા જૂન 2026 સુધીમાં પૂર્ણ કરી લેવામાં આવશે.

ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (v) માં જમીન વપરાશને વધુ કાર્યક્ષમ બનાવવા માટે અને MSME એકમોને પ્રોત્સાહન આપવા માટે અનેક ભલામણો કરવામાં આવી છે. જેમાં ઔદ્યોગિક પ્લોટના પેટા-ભાડાપટ્ટા (Sublease), ટ્રાન્સફર, અને વેચાણની પ્રક્રિયાને વધુ સરળ બનાવવામાં આવશે. આ ઉપરાંત, ઔદ્યોગિક વિસ્તારોની અંદર જ શ્રમિકો માટે સસ્તા આવાસ(EWS Housing) બાંધવાની મંજૂરી પણ આપવામાં આવશે.
શિક્ષણ વિભાગમાં ખાનગી શાળાઓ માટે જરૂૂરી ’એસેન્શિયાલિટી સર્ટિફિકેટ’ દૂર કરવાની અને જમીનની જરૂૂરિયાતના માપદંડોમાં ફેરફાર કરવાની દરખાસ્ત છે. બીજી તરફ, ઊર્જા વિભાગમાં નવા વીજ કનેક્શન માટેની પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવશે અને ફીલ્ડ ઇન્સ્પેક્શનની જરૂૂરિયાત ઘટાડવામાં આવશે, જેથી રહેણાંક અને વ્યાપારી ગ્રાહકોને રાહત મળે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *