દેશ-વિદેશમાંથી યાત્રિકોનો અવિરત પ્રવાહ, હોટેલો-ગેસ્ટહાઉસો-ધર્મસ્થળો સહિતના ઉતારા હાઉસફૂલ
જગતમંદિર સહિતના 16 મંદિરોમાં દિવ્ય રોશની, સરકારી ઇમારતો-બજારોમાં પણ આકર્ષક શણગાર
શનિવારે જન્માષ્ટમી ઉજવવા લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડવાની શક્યતા ધ્યાને લઇ વહીવટીતંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા
કાયદો વ્યવસ્થા અને ટ્રાફિક નિયમન માટે પોલીસતંત્ર દ્વારા બંદોબસ્તની ખાસ સ્કીમ
ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની ઉજવણી માટે લોકોમાં જબરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે. ત્યારે કાળીયા ઠાકોરની નગરી દ્વારિકાએ સોળે શણગાર સજ્યા હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. દ્વારકાના તમામ મંદિરો, ધર્મશાળાઓ અને બજારો આકર્ષક રોશનીથી શણગારવામાં આવી છે. દેશ-વિદેશમાંથી ભગવાન દ્વારકાધીશના ભકતોનું દ્વારકામાં આગમન થઇ રહ્યુ છે અને તમામ હોટેલો-ધર્મશાળાઓ સહિતના ઉતારા હાઇસફૂલ થઇ ગયા છે.
જન્માષ્ટમીના દિવસે લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડવાની શકયતા ધ્યાને લઇ વહિવટીતંત્ર દ્વારા તડમાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. મંદિર પરિસર અને મુખ્ય બજારોમાં યાત્રિકોની ભીડને કાબુમાં રાખવા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
આ ઉપરાંત પોલીસતંત્ર દ્વારા પણ કાયદો વ્યવસ્થા અને ટ્રાફિક નિયમન માટે બંદોબસ્તની ખાસ સ્કીમ બનાવવામાં આવી છે. પાર્કિંગ માટે પણ ખાસ સ્થળો જાહેર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત હાઇવે ઉપર ટ્રાફિક જામ સર્જાય નહીં તે માટે પણ રાઉન્ડ ધ કલોક પોલીસ તૈનાત કરવામાં આવી છે.
યાત્રાધામ ધામ દ્વારકા ખાતે આગામી 16 ઓગસ્ટ 2025ના રોજ શ્રાવણ વદ આઠમ એટલે કે જન્માષ્ટમી મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી માટે ની તૈયારીઓ દ્વારકામાં પૂર્ણ થઈ છે. જેના ભાગ સ્વરૂૂપે દ્વારકાધીશ જગત મંદિરને સુંદર પૂર્ણ રોશની થી શણગારવામાં આવ્યું છે. ઉપરાંત પ્રશાસન તેમજ પોલીસ વિભાગ દ્વારા તમામ વ્યવસ્થાઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ભક્તો વ્હાલાના વધામણાની આતુરતાથી પ્રતીક્ષા કરી રહ્યા છે. યાત્રાધામ દ્વારકા ભગવાન શ્રીકૃષ્ણની દ્વારકામાં જન્માષ્ટમીની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.
શ્રીકૃષ્ણ જન્મોત્સવ ઉજવવા દ્વારકા નગરીએ શણગાર સજ્યા છે. દ્વારકાધીશજી જગત મંદિરે રોશનીના દિવ્ય શણગાર કરાયા છે. તે ઉપરાંત ઈસ્કોનગેટ, રબારીગેટ, સરકારી કચેરીઓ, હોટલો પણ લાઈટીંગથી ઝગમગી ઉઠી છે. જન્માષ્ટમીના તહેવારને અનુલક્ષીને જગતમંદિર દ્વારકા શહેર લાઈટીંગની રોશનીથી શણગારવામાં આવ્યું છે.
ભગવાન કૃષ્ણની કર્મભુમી અને ભારતના ચાર ધામ પૈકીનુ એકધામ અને સપ્તપુરીમાનું એક એવી શ્રીકૃષ્ણની દ્વારકા નગરીમાં ભગવાન દ્વારાધીશજીએ 100 વર્ષથી વધુ સમય વિતાવ્યો હતો. જગ વિખ્યાત દ્વારકાધીશજી મંદિરે જન્માષ્ટમીનું અનેરૂૂ મહત્વ હોવાથી અહિયા જન્માષ્ટમીના તહેવાર દરમ્યાન લાખો કૃષ્ણ ભક્તો કાળિયા ઠાકોરના દર્શન કરવા માટે આવતા હોય કાયદો અને વ્યસ્થા તેમજ જરૂૂરીયાતો પુરી પાડવા વહીવટી તંત્રએ કમર કસી છે. દ્વારવધીશ મંદિર વ્યવસ્થાપક સમિતી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષ પણ મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું છે ઉપરાંત જગતમંદિર પટાગણમાં આવેલ અન્ય 16 મંદિરો પણ લોઈટીંગ ડેકોરેશનથી શણગારવામાં આવ્યા છે.
જગતમંદિરમાં જન્માષ્ટમીના તહેવારને અનુલક્ષીને શ્રીજીના દર્શન સમયમાં ફેરફાર
આગામી તા.16 08 2025 ને શનિવારના રોજ યાત્રાધામ દ્વારકાના સુપ્રસિધ્ધ દ્વારકાધીશ મંદિર ખાતે શ્રીકૃષ્ણના પરપર માં જન્મોત્સવની પરંપરાગત ઊજવણી કરવામાં આવનાર હોય મંદિરના વારાદાર પુજારી દિપકભાઈ ઠાકરની યાદી અનુસાર શ્રીજીના દર્શન સમયમાં જરૂૂરી ફેરફાર નોંધાયો છે.
તા.16 ઓગષ્ટને શનિવારે જન્માષ્ટમીના દિને શ્રીજીની મંગલા આરતી સવારે 6:00 કલાકે, શ્રીજીના ખુલ્લા પડદે સ્નાન તથા અભિષેક પૂજન દર્શન સવારે 8:00 કલાકથી, શ્રીજીને સ્નાન ભોગ સવારે 10:00 કલાકે, શ્રીજીને શૃંગાર ભોગ સવારે 10:45 કલાકે, શ્રીજીની શૃંગાર આરતી સવારે 11:00 કલાકે, શ્રીજીનો ગ્વાલ ભોગ સવારે 11:15 કલાકે, શ્રીજીને રાજભોગ બપોરે 12:00 કલાકે, અનોસર (મંદિર બંધ) બપોરે 1 થી પ સુધી રહેશે. સાંજના ક્રમમાં ઉત્થાપન દર્શન સાંજે 5 કલાકે, ઉત્થાપન ભોગ 5:30 કલાકે, સંધ્યા ભોગ સાંજે 7:30 કલાકે, સંધ્યા આરતી 7:45 કલાકે, શયન ભોગ રાત્રે 8:00 કલાકે, શયન આરતી 8:30 કલાકે, શયન અનોસર (દર્શન બંધ) રાત્રે 9 કલાકે થશે. રાત્રે 9:00 થી મધ્યરાત્રિ 12:00 સુધી દર્શન બંધ રહેશે.
તા.16મી ઓગષ્ટના રાત્રે 12 કલાકે શ્રીજીની જન્મોત્સવ આરતી યોજાશે. બાદ 2:30 સુધી જન્મોત્સવ દર્શન ભાવિકો માટે ખુલ્લા રહેશે. રાત્રે રુ30 કલાકે શ્રીજી શયન (દર્શન બંધ) થશે. તા.17મી ઓગષ્ટને રવિવારના રોજ પારણા નૌમ નિમિત્તે શ્રીજીને પારણા ઉત્સવ દર્શન અંતર્ગત શૃંગાર આરતી સવારે 7:00 કલાકે, મધ્યાહન ભોગ સવારે 9:00 કલાકે, રાજભોગ સવારે 10:00 ક્લાકે, અનોસર (દર્શન બંધ) 10:30 કલાકે થશે. સવારે 10:30 થી સાંજે પ:00 સુધી દર્શન બંધ રહેશે. સાંજનો સેવા:પૂજાનો ક્રમ રાબેતા મુજબ રહેશે.
શનિવારે રાત્રે 8 વાગ્યે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ
દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્રના સયુંકત ઉપક્રમે જન્માષ્ટમી પર્વ નિમિત્તે આગામી શનિવાર તારીખ 16 ના રોજ રાત્રે 8 વાગ્યે દ્વારકામાં હાથી ગેટની બાજુમાં નગરપાલિકા પાર્કિંગ ગ્રાઉન્ડ ખાતે કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાની અધ્યક્ષતામાં દ્વારકા ઉત્સવ અંતર્ગત ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં લોકસાહિત્યકાર સુખદેવ ગઢવી દ્વારા પારંપરિક લોકગીતો, શ્રી કૃષ્ણ મિશ્ર રાસ લોકનૃત્ય તથા સિનેમેટિક મેગા નાટક રાજ રાજેશ્વર શ્રી કૃષ્ણની પ્રસ્તુતિ કરાશે.
