પ્રિમોન્સૂન ઇફેક્ટ: શહેર-જિલ્લાની જોખમી બિલ્ડિંગોનો સરવે કરી 8 દી’માં રિપોર્ટ કરવા આદેશ

1 જૂનથી 24X7 કંટ્રોલ રૂમ શરૂ કરાશે, મોન્સુન પહેલા તમામ વિભાગોની તૈયારીની સમીક્ષા કરતા કલેકટર ચોમાસાના આગમનનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ચુકયું છે. ત્યારે વહીવટીતંત્ર…

1 જૂનથી 24X7 કંટ્રોલ રૂમ શરૂ કરાશે, મોન્સુન પહેલા તમામ વિભાગોની તૈયારીની સમીક્ષા કરતા કલેકટર

ચોમાસાના આગમનનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ચુકયું છે. ત્યારે વહીવટીતંત્ર પણ એકશનમાં આવી ગયું છે. આગોતરી તૈયારીના ભાગરૂપે બોલાવવામાં આવેલી સમીક્ષા બેઠકમાં શહેર- જીલ્લાની જોખમી ઇમારતોના સર્વે સહીતની કામગીરીની ચર્ચા કરવામાં આવી હતી તથા ક્ધટ્રોલ રૂમ શરૂ કરવાની તારીખ પણ જાહેર કરવામાં આવી હતી.

આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ એક્શન મોડમાં આવી ગયું છે. વરસાદ, પૂર અને સંભવિત આપત્તિઓનો સામનો કરવા માટે વિવિધ વિભાગોની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી રહી છે અને તાલુકા સ્તરે મામલતદારો તેમજ પ્રાંતને શહેર-જિલ્લામાં જોખમી બિલ્ડીંગનો સર્વે કરી આઠ દિવસમાં રિપોર્ટ આપવા સૂચનાઓ આપવામાં આવી છે.

1 જૂનથી શહેર-જિલ્લા અને તાલુકા સ્તરે 24 કલાક કાર્યરત ફ્લડ કંટ્રોલ રૂૂમ શરૂૂ કરવાનું આયોજન છે. ભારે વરસાદની ચેતવણી મળતાની સાથે જ તમામ સ્ટાફને તેમના કાર્યસ્થળે હાજર રહેવાની સૂચના આપવામાં આવી છે. પાણીના વહેણમાં અવરોધ ઊભો કરી શકે તેવી વસ્તુઓ તાત્કાલિક દૂર કરવાની સૂચના છે. અગાઉ પાણી ભરાયેલા વિસ્તારોનો અભ્યાસ કરીને કાયમી ઉકેલ શોધવા માટે પણ કહેવામાં આવ્યું છે. ડેમ અને કેનાલની તપાસ, નદીપટ્ટી અને વોકળાની સફાઈ, જૂના ઇમારતો પર ચેતવણી બોર્ડ લગાવવા, સરકારી અનાજની સુરક્ષા જેવા કાર્યો પર ભાર મૂકવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *