રાજકોટ જિલ્લામાં ચાર દિવસમાં 10,021 પરિવારની ડિજિટલ વસતી ગણતરી પૂર્ણ

લોકોને census.gov.in પોર્ટલ પર જઇ સેલ્ફ એન્યુમરેશન કરવા કલેક્ટરની અપીલ ભારત સરકાર દ્વારા હાથ ધરાનારી ’જનગણના-2027’ અંતર્ગત ગુજરાત રાજ્યમાં ’સ્વ-ગણતરી’ પ્રક્રિયાનો પ્રારંભ થયો છે.આ પ્રક્રિયા…

લોકોને census.gov.in પોર્ટલ પર જઇ સેલ્ફ એન્યુમરેશન કરવા કલેક્ટરની અપીલ

ભારત સરકાર દ્વારા હાથ ધરાનારી ’જનગણના-2027’ અંતર્ગત ગુજરાત રાજ્યમાં ’સ્વ-ગણતરી’ પ્રક્રિયાનો પ્રારંભ થયો છે.આ પ્રક્રિયા 17 થી 31 મે દરમિયાન ચાલશે.કલેક્ટરે પોતે સેલ્ફ એન્યુમરેશન કર્યા અંગેનો ફોટો બતાવી કહ્યું કે, લોકો ઝડપથી ઓનલાઇન સ્વગણના કરે જેથી વસ્તી ગણતરી સરળતાથી થઈ શકે. રાજકોટ શહેર અને જિલ્લામાં 7610 ગણતરીદારો દ્વારા પ્રથમ તબક્કાની ઘર ગણતરી કરવામાં આવશે.

કલેકટરએ જણાવ્યું કે રાજકોટ જિલ્લો આ પ્રક્રિયામાં અત્યંત ઝડપથી આગળ વધી રહ્યો છે. પ્રગતિ: ગઈકાલ સાંજ સુધીમાં રાજકોટમાં 10,021 પરિવારોનું ડિજિટલ સેન્સસ પૂર્ણ થઈ ચૂક્યું છે. સ્થાન: સમગ્ર ગુજરાત રાજ્યમાં અમદાવાદ પછી રાજકોટ જિલ્લો સેલ્ફ-એન્યુમરેશન (સ્વ-ગણતરી) કરવામાં બીજા ક્રમે છે.

કલેકટરએ રાજકોટના નાગરિકોને અપીલ કરી હતી કે તેઓ ભયક્ષતીત.લજ્ઞદ.શક્ષ પોર્ટલ પર જઈને પોતાની માહિતીનું સેલ્ફ-એન્યુમરેશન કરી શકે છે. સેલ્ફ-એન્યુમરેશન પૂર્ણ કર્યા બાદ જે 16 અંકનો થી શરૂૂ થતો નંબર મળે, તેને સાચવીને રાખવો. જ્યારે ગણતરીકાર ઘરે આવે ત્યારે આ નંબર બતાવવો અનિવાર્ય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *