ઝુંપડામાં રહેતી સગર્ભાએ ઝેરી દવા પી લેતા મૃત બાળકનો જન્મ, માતાએ પણ તોડયો દમ

આપઘાતનું કારણ જાણવા પોલીસે તપાસ યથાવત રાખી મોટા મવા પાસે આવેલા ક્રોઝી કોર્ટ યાર્ડ પાસે ઝૂંપડામાં રહેતી સગર્ભાએ પાંચ દિવસ પહેલાં ઝેરી દવા પી લેતા…

આપઘાતનું કારણ જાણવા પોલીસે તપાસ યથાવત રાખી

મોટા મવા પાસે આવેલા ક્રોઝી કોર્ટ યાર્ડ પાસે ઝૂંપડામાં રહેતી સગર્ભાએ પાંચ દિવસ પહેલાં ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.બે દિવસ પહેલા સગર્ભાએ મૃત બાળકને જન્મ આપ્યા બાદ આજે સગર્ભાએ પણ દમ તોડી દેતા પરિવારમાં કલ્પાંત મચી જવા પામ્યો છે.

આ ઘટનાની વિગત એવી છે કે, મોટા મવા પાસે આવેલા ક્રોઝી કોર્ટ યાર્ડ પાસે ઝૂંપડામાં રહેતી પાયલ અજયભાઇ મંદોરીયા (ઉ.વ.20) એ 5 દિવસ પહેલાં ઝેરી દવા પી લીધી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર પાયલ પોતે સગર્ભા હોવાથી તેમને સારવાર અર્થે તુરંત જ ઝનાના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જયાં બે દિવસ પહેલાં પ્રસુતિ થઇ હતી અને પાયલે મૃત બાળકને જન્મ આપ્યો હતો.

આપઘાત કરનાર પાયલનાં પતિ અજયભાઇ મજૂરી કામ કરતાં હોવાનું તથા સંતાનમાં 2 વર્ષની દીકરી હોવાનું ખુલ્યું છે.બનાવને પગલે દીકરી માં વિહોણી બનતા પરિવારમાં કલ્પાંત મચી જવા પામ્યો છે. આપઘાતનું કારણ જાણવા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનામાન પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, પતિ અને પત્ની વચ્ચે થોડા દિવસ પહેલા કોઇ બાબતે ઝઘડો થયો હતો અને જેને કારણે આ પગલુ તેમણે ભરી લીધાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *